Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં બે વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ 36.26 લાખ લોકો પાસેથી રૂપિયા 250 કરોડનો દંડ વસુલ્યો

કોરોના વાયરસે દેશ અને દુનિયામાં દસ્તક દીધી ત્યારથી આપણા સૌની જીવનશૈલી બદલાઈ ગઈ. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ફરજિયાત બનાવાયું. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી સરકારે દંડ વસૂલવાનું નક્કી કર્યું છતાંય કેટલાય લોકો એવા છે જે માસ્ક નથી પહેરતા અને દંડ ભરે છે. રાજ્યમાં બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમોનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ પાસેથી પોલી
રાજ્યમાં બે
વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ 36 26 લાખ લોકો પાસેથી રૂપિયા 250 કરોડનો દંડ વસુલ્યો

કોરોના વાયરસે દેશ અને દુનિયામાં દસ્તક દીધી ત્યારથી આપણા સૌની
જીવનશૈલી બદલાઈ ગઈ. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ
ડિસ્ટન્સિંગ જાળવવાનું ફરજિયાત બનાવાયું. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી સરકારે દંડ
વસૂલવાનું નક્કી કર્યું છતાંય કેટલાય લોકો એવા છે જે માસ્ક નથી પહેરતા અને દંડ ભરે
છે.
રાજ્યમાં બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમોનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ
પાસેથી પોલીસે 249 કરોડ 90 લાખ 61 હજાર 20 રૂપિયાના દંડની રકમ વસુલ કરી છે. સ્થળ
પર દંડ ન ભરનાર 52907 વ્યક્તિઓ વિરૂદ્ધ વિવિધ આઈપીસીની કલમ હેઠળ ગુના નોંધવામાં
આવ્યા છે.

Advertisement


માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું ત્યારથી લઈને બે વર્ષમાં
રાજ્યભરમાંથી કુલ
36,26,572
જેટલી જંગી
સંખ્યામાં લોકો દંડિત થયા છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે
, માસ્ક નહીં પહેરનારા
લોકો પાસેથી દંડ રૂપે 249
કરોડથી વધારે રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. કોંગ્રેસના
ધારાસભ્યો દ્વારા વિવિધ જિલ્લામાં માસ્ક નહીં પહેરવા બદલ કેટલા વ્યક્તિઓને દંડ
કરાયો અને તેમની પાસેથી દંડની કેટલી રકમની વસૂલાત થઈ તે અંગે સવાલ પૂછવામાં આવ્યા
હતા. જેના જવાબમાં ગૃહ વિભાગે લેખિતમાં જણાવ્યું હતું કે
, 36.26 લાખ વ્યક્તિઓ પાસેથી
માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલાયો છે. સ્થળ પર દંડ નહીં ભરનારા લોકો સામે
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા જવાબ અંગે ટિપ્પણી
કરતાં જણાવાયું કે, ત્રણ મહાનગરો અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ખેડામાં સૌથી વધુ દંડ વસૂલાયો છે.

Advertisement

જુઓ ક્યાં કેટલો દંડ વસુલવામાં આવ્યો


Advertisement



Tags :
Advertisement

.