Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુતિયાણાના જુણેજ ગામે એક ખેડુતની તેના કૌટુંબિક સંબંધીએ કરી હત્યા

Porbandar : જુણેજ ગામે રહેતો પોપટ ઠેબાભાઈ મોઢા નામનો યુવાન એકલવાયું જીવન જીવે છે ત્યારે આ જ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા તેમના કૌટુંબીક સબંધી જેસાભાઈ મોઢા આ એકલવાયું જીવન જીવતા પોપટ મોઢાને દરરોજ છાશ તથા દૂધ આપવા માટે જતા હતા ત્યારે ગઈકાલે પણ જેસાભાઈ આ પોપટના ઘરે છાશ-દૂધ આપવા ગયા હતા, ત્યારે કોઈપણ કારણોસર પોપટે જેસાભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લોખંડની પ્લેટ માથામાં મારી દીધી àª
કુતિયાણાના જુણેજ ગામે એક ખેડુતની તેના કૌટુંબિક સંબંધીએ કરી હત્યા
Porbandar : જુણેજ ગામે રહેતો પોપટ ઠેબાભાઈ મોઢા નામનો યુવાન એકલવાયું જીવન જીવે છે ત્યારે આ જ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા તેમના કૌટુંબીક સબંધી જેસાભાઈ મોઢા આ એકલવાયું જીવન જીવતા પોપટ મોઢાને દરરોજ છાશ તથા દૂધ આપવા માટે જતા હતા ત્યારે ગઈકાલે પણ જેસાભાઈ આ પોપટના ઘરે છાશ-દૂધ આપવા ગયા હતા, ત્યારે કોઈપણ કારણોસર પોપટે જેસાભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લોખંડની પ્લેટ માથામાં મારી દીધી હતી તેમજ પગમાં પણ લોખંડની પ્લેટથી માર મારી ઈજા પહોંચાડી હતી.
સારવાર દરમિયાન મોત
આ બનાવ અંગેની જાણ થતા જેસાભાઈનો પુત્ર રણજીત તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે હાથમાં લોખંડની પ્લેટ લઈ ઉભેલા પોપટે "તું અહીંથી ભાગી જા” તેવું કહેતા ગભરાઈ ગયેલા રણજીતે બુમાબુમ કરી આસપાસના લોકોને બોલાવ્યા હતા. અને ઘરમાં જઈને જોતા જેસાભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં તેમજ બેભાન મળી આવ્યા હતા. આથી રણજીતે જેસાભાઈને પ્રથમ માણાવદર ખસેડી, પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસ શરૂ
નાના એવા જુણેજ ગામમાં હત્યાના બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ છે, તો કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એ. મકવાણાએ તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા જુણેજ ગામે થયેલ હત્યાના આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં આરોપી પોલીસના સકંજામાં હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
કૌટુંબિક ભાઈએ કરી હત્યા
તો પોલીસ મથકમાં રણજીતે નોંધાવેલી ફરિયાદમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમના પિતા જેસાભાઈની હત્યા કરનાર પોપટ ઠેબા મોઢા એ તેમનો કૌટુંબીક ભાઈ જ થાય છે અને એકલવાયું જીવન જીવતો હતો અને તામસી મગજનો હોવાથી ગામમાં અન્ય લોકોને પણ ગાળો કાઢતો હતો. ત્યારે પોલીસે આરોપી પોપટને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.