Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણાના વિજાપુરના ખેડુતે કરી સ્ટોબેરીની ખેતી

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખેડૂતે શરૂ કરી સ્ટોબેરીની ખેતીરૂટિન પાકમાં થતા વારંવાર નુકશાનથી કંટાળી શરૂ કરી સ્ટ્રોબેરીની ખેતીમાત્ર 6 મહિનામાં 15 લાખથી વધુની  આવક શરૂપોતાના 3 વીઘા ખેતરમાં 30 હજાર સ્ટ્રોબેરીના ધરું લાવી શરૂ કરી ખેતીજિલ્લાના ખેડૂતો આ ખેડૂતની લઈ રહ્યા છે મુલાકાતઆ ખેડૂત મહેસાણા જિલ્લાના અન્ય ખેડૂતો માટે બન્યો પ્રેરણા સ્ત્રોત.મહેસાણા (Mehsana) જીલાના યુવાન ખેડૂતે
મહેસાણાના વિજાપુરના ખેડુતે કરી સ્ટોબેરીની ખેતી
  • મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખેડૂતે શરૂ કરી સ્ટોબેરીની ખેતી
  • રૂટિન પાકમાં થતા વારંવાર નુકશાનથી કંટાળી શરૂ કરી સ્ટ્રોબેરીની ખેતી
  • માત્ર 6 મહિનામાં 15 લાખથી વધુની  આવક શરૂ
  • પોતાના 3 વીઘા ખેતરમાં 30 હજાર સ્ટ્રોબેરીના ધરું લાવી શરૂ કરી ખેતી
  • જિલ્લાના ખેડૂતો આ ખેડૂતની લઈ રહ્યા છે મુલાકાત
  • આ ખેડૂત મહેસાણા જિલ્લાના અન્ય ખેડૂતો માટે બન્યો પ્રેરણા સ્ત્રોત.
મહેસાણા (Mehsana) જીલાના યુવાન ખેડૂતે 3 એકર જમીનમાં સ્ટોબેરી (Strawberries)ની ખેતી કરી ડાયરેકટ માર્કેટિંગ કરી અઢળક આવક  મેળવી રહ્યા છે.  મહેસાણા જિલ્લાના યુવાન ખેડૂતો અવનવી ખેતી કરી સિદ્ધી પ્રાપ્ત કરી રહ્યા છે. ચીલાચાલુ અને પરંપરાગત ખેતી છોડીને હવે ખેડુતો ટેકનોલોજી વિજ્ઞાન  ઈન્ટરનેટના પ્રયત્નોને કારણે હવે નવીન પ્રકારની ખેતી તરફ વળી રહ્યા છે અને ફળાઉ બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે.
કોટ ગામના ખેડૂતે કર્યો પ્રયોગ 
સ્ટ્રોબેરીનું નામ પડે એટલે મોં માં પાણી આવે અને મહાબળેશ્વર ચોક્કસ યાદ આવી જાય. ત્યારે તમને જાણીને નવાઈ ચોક્કસ લાગશે કે હવે સ્ટ્રોબેરી માટે હવે મહાબળેશ્વર જવાની જરૂર નથી. કેમકે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ ગામના વતની હરેશ પટેલે  પોતાના ખેતરમાં 3 એકરમાં સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી છે.આ ખેતી સાથે સીધા સંકળાયેલા હરેશભાઈએ આ ખેતીનું બીડું ઝડપ્યું અને આ માટે હિમાચલથી બાય પ્લેન સ્ટોબેરીના 30,000 ધરું પ્લાન્ટ મંગાવ્યા અને આ ખેતીની શરૂઆત કરી. 
  
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાઇની મદદથી ખેતી 
વિજાપુરના આ ખેડૂતના ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરે છે. તેમના માર્ગદર્શનથી અને નેટ પર સર્ચ કરી માહિતી એકત્ર કરી ખેતી આરંભી. સ્ટોબેરીની ખેતી કરનાર હરેશ પટેલ જણાવ્યું હતું કે આ માટે જમીનમાં જરૂરી મલચિંગ તથા ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ વિકસાવી. આ માટે તેમને સરકારના કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું અને કામ સરળ બન્યું. 

ડાયરેકટ માર્કેટિંગ કરે છે
સરકાર તરફથી અવાર નવાર સહકાર મલ્યો જેને કારણે આ ખેતી શક્ય બની. હરેશભાઈના જણાવ્યા મુજબ સ્ટોબેરીની ખેતી માં ધરું(પલાન્ટ) ની રોપણી કર્યા પછી 45 દિવસ માં ફૂલ આવવાનું અને 60 દિવસમાં ફળ આવવાનું શરૂ થાય છે. અને એક છોડ પર 500 ગ્રામ થી 2.50 અઢી કિલોગ્રામ સુધીના ફળ મળે છે.એક વિઘા માં અંદાજે 10,000 છોડ લાગે છે એવા અમે 3 વિઘા માં વાવણી કરી છે. અત્યારે દરરોજ 250 ગ્રામ નું એક એવા  500 બોક્સ માં પેક કરી ને અમારા બ્રાન્ડથી ડાયરેકટ માર્કેટિંગ કરીએ છીએ. જેને કારણે અમને અત્યારે દરરોજ 25000 પચ્ચીસ હજાર રૂપિયાની આવક થાય છે. છ માસની આ ખેતી માં 15 લાખ જેટલી આવક મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે.
 અન્ય ખેડૂતો પણ આકર્ષાયા
મહેસાણા જિલ્લા માં ખેડૂતોના ભાગે હવે ટૂંકી જમીન બચી છે અને એમાં પણ રૂટિન ખેતી જેવી કે કપાસ, દિવેલા કે અન્ય પાક માં સતત પૂરતું ઉત્પાદન અને પૂરતો ભાવ નહિ મળતા ખેડૂતો ને મજૂરી નો ખર્ચ પણ નીકળતો નથી. ત્યારે વિજાપુર ના આ ખેડૂતે શરૂ કરેલ ઓર્ડિનરી ખેતીથી અન્ય ખેડૂતો પણ આકર્ષાયા છે અને સ્ટ્રોબેરી ફાર્મની વિઝીટ લઈ રહ્યા છે અને પ્રભાવિત પણ થઈ રહ્યા છે.
નાના ખેડૂતો માટે પ્રેરણા
મહેસાણામાં કેટલાક યુવાનો ચેલેન્જ રૂપ ખેતી તરફ વળી રહ્યા છે અને ટૂંકી સમય મર્યાદામાં તગડો નફો મેળવી અન્ય નાના ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી માટે અથાગ મહેનત અને કોઠા સૂઝથી શક્ય બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.