Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ના ખેડૂતે એર પોટેટોની ખેતી કરી

ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા જેઓ હાલ પોતાની ઓછી જમીન માં કરેલ ખેતીમાં એર પોટેટો ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીને લઇ ચર્ચામાં છે ઓછી જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા વ્રજલાલ ભાઈ હાલ એર પોટેટો ની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટો ની ખેતી કરી રહ્યા છે શુ છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ રસપ્રદ છે મુખ્àª
03:25 PM Jan 12, 2023 IST | Vipul Pandya
ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા જેઓ હાલ પોતાની ઓછી જમીન માં કરેલ ખેતીમાં એર પોટેટો ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીને લઇ ચર્ચામાં છે ઓછી જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા વ્રજલાલ ભાઈ હાલ એર પોટેટો ની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટો ની ખેતી કરી રહ્યા છે શુ છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ રસપ્રદ છે મુખ્યત્વે બટેટા એ કાંદ મૂળ પાક છે અને જમીન અંદર થતો આ પાક છે સામાન્ય રીતે બટેટા બજારમાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ રહે છે પરંતુ વ્રજ લાલ સુરેલીયાએ વેલા પર લટકતા બટેકા ની ખેતી શરૂ કરી છે 
બટેકાનો ભાવ 50 થી 100 સુધીના કિલોના ભાવ મળે છે
એક વખતે આ બટેકા જમીનમાં વાવી દેવાથી આ બટેકા એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને વેલ ના સ્વરૂપમાં ઉપર બહાર નીકળે છે આ વેલમાં બટેકા આવે છે આ બટેકા સામાન્ય બટેકા કરતા સ્વાદમાં ખુબ સારા અને ચિપ્સ માટેBest કેવાલિટીના માનવામાં આવે છે અને એટલે જ ઓનલાઇન આ બટેકાનો ભાવ 50 થી 100 સુધીના કિલોના ભાવ મળે છે વ્રજલાલ ભાઈ સુરેલીયાએ એક વર્ષ અગાઉ પોતાના ઓછી જમીનમાં સિમેંટ ના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટો ની ખેતી શરૂ કરી હતી.
એર પોટેટો એટલે જમીનમાં નહિ વેલામા ઉગતા બટેકા એટલે જ આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે આ પાકમાં હાલ તમામ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા વ્રજલાલ ભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ તેમને એર પોટેટો નું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ઓનલાઇન તેઓ આ બટેકાનું વેચાણ કરી રહ્યા છે અને ઓનલાઇન 100 રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચાણ કરી રહ્યા હોય ગ્રાહકો આકર્ષાયા છે તેઓ ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે પ્રાકૃતિક ખાતર સાથે તમામ પ્રકારે અહીં કુદરતી સાનિધ્યમાં પાકની જાળવણી કરવામાં આવે છે અહીં તેઓ ટપક સિંચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ તેઓએ પ્રથમ વર્ષે આ પ્રકારે સેટઅપ ગોઠવ્યું છે 
આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને કોઈ શરીર ને પણ હાનિ ના પહોંચે અને ખેડૂતો ને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે હાલ વ્રજલાલ ભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે વ્રજલાલ સુરેલીયા માત્ર 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો, સહિતના પાકો લેવાની શરૂઆત કરી ચુક્યા છે તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક આ ખેતી છે સારુ ઉત્પાદન અને સારા ભાવો ઓછી ખેતીમાં મેળવી શકાય છે એર પોટેટોની ખેતીએ દ્વારકામાં પગ પસેરો કર્યો છે ત્યારે આવનારા દિવસોના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તો ફાયદો થઈ શકે.
Tags :
DwarkaGujaratFirstKhokhrivillagePotatocultivationShoulders
Next Article