Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કલેકટરશ્રીના અધ્યક્ષતામાં કરૂણા અભિયાન -2023 અંગે સંકલન સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાન-2023 ની સંકલન સમિતિની બેઠક યોજાઈ. કલેકટરશ્રી એ તમામ અધિકારીઓને જણાવ્યું કે, કરૂણા અભિયાન એ ગુજરાત સરકારનુ ખુબ જ સંવેદનશીલ અભિયાન છે. સરકાર પક્ષીઓની પણ ખુબ જ દરકાર લઇ રહી છે. સંકલન બેઠકમાં બેઠેલા તમામ અધિકારીઓને કલેકટરશ્રી એ  વિનંતી કરી કે ખેડા જિલ્લામાં કોઈ પણ પક્ષીનું  મૃત્યુ ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી સà
કલેકટરશ્રીના અધ્યક્ષતામાં કરૂણા અભિયાન  2023 અંગે સંકલન સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કરૂણા અભિયાન-2023 ની સંકલન સમિતિની બેઠક યોજાઈ. કલેકટરશ્રી એ તમામ અધિકારીઓને જણાવ્યું કે, કરૂણા અભિયાન એ ગુજરાત સરકારનુ ખુબ જ સંવેદનશીલ અભિયાન છે. સરકાર પક્ષીઓની પણ ખુબ જ દરકાર લઇ રહી છે. સંકલન બેઠકમાં બેઠેલા તમામ અધિકારીઓને કલેકટરશ્રી એ  વિનંતી કરી કે ખેડા જિલ્લામાં કોઈ પણ પક્ષીનું  મૃત્યુ ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી સૌ અધિકારીઓની છે. સાથોસાથ કલેકટરશ્રીએ  એન.જી.ઓના સ્વંયસેવકોથી વાત કરી તેમને માર્ગદર્શન આપ્યું.
ખેડા જિલ્લામાં માતર તાલુકામાં વિદેશી પક્ષીઓ પ્રવાસ માટે આવતા હોય છે
કલેક્ટરશ્રીએ લોકોમાં કરુણા અભિયાનની જાગૃતિ માટે ગ્રામસભ,સ્કૂલ,કોલેજો, અને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું જેથી લોકોમાં કરૂણા અભિયાન અંગે જાગૃતિ આવે અને લોકો વધુ સભાન બને. વધુમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરી કે ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલને ન ખરીદે. પોલીસ પ્રસાશનને પણ સૂચના આપી કે જો કોઈ વ્યાપારી આ ચાઈનીઝ દોરી અથવા ચાઇનીઝ તુક્કલનો વ્યાપાર કરતો હશે તેના પર સખ્ત પગલાં લેવામાં આવશે.ખેડા જિલ્લામાં માતર તાલુકામાં વિદેશી પક્ષીઓ પ્રવાસ માટે આવતા હોય છે તેમાં પણ ખેડા જિલ્લામાં 60 % કે તેથી વધુ પ્રમાણમાં સારસ પક્ષી જે ફક્ત ખેડા જિલ્લામાં જોવા મળે છે.તેથી સારસ અને અન્ય વિદેશી પક્ષીઓને કોઈ નુકશાનન થાય તે માટે એક ટીમ મુકવા કલેક્ટરશ્રી એ ફોરેસ્ટના અધિકારીઓને જણાવ્યું. કરૂણા અભિયાન -૨૦૨૩ ખેડા જિલ્લામાં તા 10.01.2023 થી તા.20.01.2023 સુધી ચાલુ રહેશે. એના પછી પણ જિલ્લામાં દોરીના ગુચ્છાથી કોઈ નાગરિક કે પક્ષીઓને ઇજા ન થાય તે માટે નગરપાલિકાના અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા.
20 લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ વનવિભાગના સ્ટાફ સાથે સંકલનમાં રહીને ચાઈનીઝ દોરી,ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, પ્લાસ્ટિક દોરીનો ગેરકાયદેસર વેપાર કરતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડીને તેમની સામે નિયમસર કાયદેસરની કાર્યવાહી પોલિસ દ્વારા કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં અંદાજિત ૧૪ કેસ નોંધાયા છે જેમાં 20 લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેંચતા અને ચાઈનીઝ દોરી ખરીદતા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.                   

બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા
ડેપ્યુટી કનઝર્વેટીવ ફોરેસ્ટ અધિકારી શ્રી ટી.કરુપાસ્વામી એ જણાવ્યું કે જિલ્લામાં 10.01.2023 થી 20.01.2023 સુધી કરૂણા અભિયાન ચાલશે તે સંદર્ભે જિલ્લામાં જો કોઈ પક્ષીને ઇજા થાય તેવા સંજોગોમાં જિલ્લામાં 08  કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 87  સ્ટાફને  કરૂણા અભિયાનમાં ડ્યુટી આપવામાં આવી છે. 10  એન.જી.ઓ અને 60  સ્વંયસેવકોની મદદથી જિલ્લામાં કરૂણા અભિયાન કાર્યરત રહેશે. કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વેટરનરી ડોક્ટરની સંખ્યા 09  છે. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની સંખ્યા 13, વેટરનરી હોસ્પિટલની સંખ્યા 17 , ફસ્ટ એઇડ વેટરનરી ડિસ્પેન્સરીની સંખ્યા 18 , નડિયાદ તાલુકાના સલુણ ખાતે વેટરનરી પોલીક્લીનીકની સંખ્યા 01, જીવીકે-એએમઆર દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની સંખ્યા 07 છે. જેનો ટોલ ફ્રી નં.1962  છે. જીવીકે-એએમઆર દ્વારા સંચાલિત નડિયાદ ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાનનો ટોલ ફ્રી નં 1962  છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, પોલીસ નિરીક્ષકશ્રી રાજેશ ગઢીયા તેમજ સંકલન બેઠક આવેલા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.