Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક જ કન્ટેમ્પ્ટ પીટીશને રાજ્યભરના પોલીસ સ્ટેશનના CCTV ચેક કરાવ્યા

રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં CCTV કેમરા ચાલુ છે અને ચાલુ છે તો કેટલા ચાલુ છે તે મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે જેમાં 619 પોલીસ સ્ટેશનમાં 7327 CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં હાલ 7282 CCTV કેમરા કાર્યરત છે ટેકનીકલી અને અન્ય કારણોસર 45 CCTV કાર્યરત નથી. પોલીસ મેન્યુઅલ પ્રમાણે એવા જેટલા પોલીસ સ્ટેશનો છે જેમાં PSI સંચાલિત પોલીસ સ્ટેશન હોય તેમાં 09 થી 10 CCTV કેમરા ઇન્સ્ટોàª
ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક જ કન્ટેમ્પ્ટ પીટીશને રાજ્યભરના પોલીસ સ્ટેશનના cctv ચેક કરાવ્યા
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં CCTV કેમરા ચાલુ છે અને ચાલુ છે તો કેટલા ચાલુ છે તે મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે જેમાં 619 પોલીસ સ્ટેશનમાં 7327 CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં હાલ 7282 CCTV કેમરા કાર્યરત છે ટેકનીકલી અને અન્ય કારણોસર 45 CCTV કાર્યરત નથી. 
પોલીસ મેન્યુઅલ પ્રમાણે એવા જેટલા પોલીસ સ્ટેશનો છે જેમાં PSI સંચાલિત પોલીસ સ્ટેશન હોય તેમાં 09 થી 10 CCTV કેમરા ઇન્સ્ટોલ કરવામાં આવતા હોય છે. રાજ્યના એવા પોલીસ સ્ટેશન કે જે P.I દ્વારા સંચાલન કરવામાં આવતું હોય છે તેવા પોલીસ સ્ટેશનમાં 15 જેટલા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવતા હોય છે. તદઉપરાંત CCTV અંગેનો દરોરજના રીપોર્ટ  પણ તૈયાર કરવામ અઆવતો હોય છે. આ સાથે જ 30 દિવસનું રેકોર્ડીંગ પણ સ્ટોરેજ રખાતું હોય છે. 
સરકારે કોર્ટમાં ફાઈલ કરેલા રીપોર્ટ પર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું છે કે જયારે એવો કોઈ બનાવ બને જેમાં પોલીસ કર્મીઓ ઉપર આક્ષેપ હોય તેવા સંજોગોમાંજ CCTV કેમેરા કેમ બંધ થઇ જતા હોય છે?
શા માટે કોર્ટે રાજ્યભરના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાનો રીપોર્ટ મંગાવ્યો
તાજેતારમા ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી હતી જેમાં એસ.જી હાઈવે પર ટ્રાફિક પોલીસ કર્મીઓ દ્વારા મહિલાઓને માર મારવામ આવ્યો હતો અને ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતને લઈને અરજદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ સુનવણી દરમ્યાન હાઈકોર્ટ ચીફ જસ્ટીસની ખંડપીઠે રાજ્યભરના CCTVનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકાર પાસે મંગાવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.