Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક પતંગની દોરી આવી જતા બાળકનું ગળુ કપાય જતા મોત.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મોસમ ચોકડી નજીકથી ટુ-વ્હીલર ઉપર બાળકને આગળ બેસાડીને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગની દોરી બાળકના ગળા ઉપર પડતા ગળાના ભાગે પતંગની દોરી નો મોટો ઘસારો લાગતા તે લોહી લુહાણ બન્યો હતો અને તેનું મોત થયું હતું જ્યારે અંગારેશ્વર નજીક પણ એકટીવા ચાલક પતંગની દોરીમાં આવી જતા તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડા હતીવાગરા તાલુકાની મà
વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક પતંગની દોરી આવી જતા બાળકનું ગળુ કપાય જતા મોત
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મોસમ ચોકડી નજીકથી ટુ-વ્હીલર ઉપર બાળકને આગળ બેસાડીને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગની દોરી બાળકના ગળા ઉપર પડતા ગળાના ભાગે પતંગની દોરી નો મોટો ઘસારો લાગતા તે લોહી લુહાણ બન્યો હતો અને તેનું મોત થયું હતું જ્યારે અંગારેશ્વર નજીક પણ એકટીવા ચાલક પતંગની દોરીમાં આવી જતા તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડા હતી
વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીકની  ઘટના 
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મોસમ ચોકડી નજીક તેના પિતા તેના આઠ વર્ષના બાળકને પોતાની બાઈક ઉપર આગળ બેસાડી તેની બહેનને ત્યાં જઈ રહ્યા હતા તે દરમિયાન જાહેર માર્ગ ઉપર થી પસાર થતી વેળા અચાનક પતંગની દોરી તેઓના બાળકના ગળા ઉપર પડતા પતંગની દોરી નો ઘસારો ગળા ઉપર લાગતા ગળું કપાઈ ગયો હતો અને બાળક લોહીથી લથપથ થયો હતો અને તેને 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે પતંગની દોરીથી ગંભીર રીતે ઘવાયેલા ૮ વર્ષના માસુમ બાળક ક્રીસ વિષ્ણુ વસાવાને મરણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું
108 મારફતે સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી 
ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામ નજીક પણ એકટીવા ચાલક ધરતીબેન કિરણસિંહ રાઠોડ પોતાની ગાડી લઈને પસાર થઈ હતી ત દરમિયાન તેની ઉપર પતંગની દોરી પડતા તેને ગળાના ભાગે ઘસારો લાગતા તેનું ગળું કપાયું હતું જેના કારણે તેણીએ સ્ટુયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ ઉપર પટકાઈ હતી અને તેણીન પણ 108 મારફતે સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત સુધારા પર હોવાની માહિતી સાંપડી રહી છે
બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે મોત 
ઉતરાયણ પર્વ ભલે પતંગ રસીકો માટે ઉત્સાહ અને ઉમંગનો પર્વ હોય પરંતુ આ જ પર્વ કેટલાય લોકો માટે માતમ માં પણ ફેરવાઈ જતો હોય છે એક માસુમ બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે મોત થતા તેના પરિવારે પોતાનો દીકરો ગુમાવતા હૈયા ફાટક રુદન સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ગમગીની જેવો માહોલ જોવા મળ્યો હતો સાથે જ અંગાળેશ્વરની એકટીવા ચાલક પણ પતંગના ઘસારાથી ઇજાગ્રસ્ત બનતા તેનું પરિવાર પણ ચિંતામાં મુકાયું હતું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.