ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગત સપ્ટેમ્બરમાં મુંદ્રા ખાતે ઝડપાયેલા ડ્રગ્સનો મામલો, આતંકવાદી પ્રવૃતિઓ માટે વપરાવાનું હતું ભંડોળ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા  સપ્ટેમ્બર 2021ના મુન્દ્રા ડીપી વર્લ્ડ ઓપરેટેડ MICT ટર્મિનલ ડ્રગ હૉલ કેસના સંબંધમાં 14 વ્યક્તિઓ અને આઠ કંપનીઓ સામે  બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIAએ આરોપ લગાવ્યો છે કે હેરોઈનના વેચાણથી મળેલ ભંડોળ લશ્કર-એ-તૈયબા ના ઓપરેટિવ્સને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રામાં અવારનવાર કરોડà
02:07 PM Feb 20, 2023 IST | Vipul Pandya
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા  સપ્ટેમ્બર 2021ના મુન્દ્રા ડીપી વર્લ્ડ ઓપરેટેડ MICT ટર્મિનલ ડ્રગ હૉલ કેસના સંબંધમાં 14 વ્યક્તિઓ અને આઠ કંપનીઓ સામે  બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIAએ આરોપ લગાવ્યો છે કે હેરોઈનના વેચાણથી મળેલ ભંડોળ લશ્કર-એ-તૈયબા ના ઓપરેટિવ્સને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. 
ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રામાં અવારનવાર કરોડોની માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે. અવારનવાર ડ્રગ કેસમાં મોટા માથાઓની સંડોવણી હોય છે પરંતુ  તેઓના નામો ખુલતા નથી સપ્ટેમ્બર ના સમયગાળા દરમિયાન મુન્દ્રા ખાતે ડ્રગ્સ ઝડપાયો હતો જેમાં તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો ખુલવા પામી છે ત્યારે આ કેસમાં આવનારા દિવસોમાં હજુ વધુ નવા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ભારત પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં પણ અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. મુન્દ્રા સાથે જખો વિસ્તારમાં પણ કરોડોની માત્રામાં જતો ઝડપાયો હતો આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પણ વખતોવખત  ડ્રગ્સ ઝડપાયા હોવાના બનાવો પણ બની ચૂક્યા છે
આ પણ વાંચોઃ  ક્ચ્છમાં 6 ખાણ વિકસાવવાની જાહેરાતથી ટ્રાન્સપોર્ટ ઉધોગને થશે ફાયદોઃ વાસણભાઇ આહીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
drugsdrugscasefundingfundsGujaratFirstMundradrugscaseseptemberterroristactivities
Next Article