અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સામે આખરે ગુનો દાખલ
ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેને ફોન ઉપર ધમકી આપી હોય અને સમગ્ર ધમકી અને ગાળોના ઓડિયો વાયરલ થયા બાદ મોડી રાત્રે પોલીસ મથકે કોંગ્રેસના ઉમેદવાર સમર્થકો સાથે ફરિયાદ નોંધાવા પહોંચતા મોડી રાત સુધી લોકોનો ભારે હોબાળો થયા બાદ અંતે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર સીટà«
02:46 PM Dec 07, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેને ફોન ઉપર ધમકી આપી હોય અને સમગ્ર ધમકી અને ગાળોના ઓડિયો વાયરલ થયા બાદ મોડી રાત્રે પોલીસ મથકે કોંગ્રેસના ઉમેદવાર સમર્થકો સાથે ફરિયાદ નોંધાવા પહોંચતા મોડી રાત સુધી લોકોનો ભારે હોબાળો થયા બાદ અંતે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદી કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ અને હાલના નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના કાઉન્સિલર સંદીપ ઉર્ફે રોકી ભગુભાઈ પટેલ રહે આદર્શ સોસાયટી અંકલેશ્વરના હોય તેઓના મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી ફરિયાદી ને અંકલેશ્વર નગરપાલિકા મારી છે તેમ કહી ગમે તેમ ગાળો ભાંડતા હોય સાથે મા બેન સમાની ગાળો આપી કોલરથી પકડી ઉઠાવી લેવાની અને દોડી દોડાવીને માર મારવાની ધમકી આપી હોય અને 2 થી 3 વાર ફોન કરીને ધમકી અપાઈ હોવાના ઓડિયો સાથે સતત ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.
ઓડિયોમાં કહેલ કે, હું ગુંડો છું અને આજે પણ ગુંડો જ છું, તું ક્યાં છે, હું આવીશ તો તારી સાથે એક પણ ઉભો નહીં રહે.. તું બાયલો છે તેમ કહી મને તથા અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ જગતસિંહ વાસડીયાઓનું નામ લઇ તું તેની ચાલે ચાલે છે તેમ કહી તેમને પણ માં બેન વિશે ગાળો ભાંડી આ બાબતે જાણ કરી સમજાવવા કહેલ અને તે પછી થોડી વાર ફોન કરી સંદીપને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેના વાણી વિલાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ કરવી પડે કારણ કે હું પણ ફેમિલી સાથે રહું છું અને કારોબારી અધ્યક્ષએ આપેલી ધમકી અને ગાળો ના ઓડિયો પણ મારા મોબાઈલમાં રેકોર્ડ થયા છે જેના કારણે મારા સમર્થકો સાથે પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવીશ અને પોલીસ આરોપી સંદીપ ઉર્ફે રોકી ભગુ પટેલ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અમે એક જ માંના બે દીકરા છે છતાં મારો ભાઈ આરોપીને છાવડે છે : ફરિયાદી વિજય ઉર્ફે વલ્લભ પટેલ
રાજકારણ રાજકારણની જગ્યાએ હોય અમે બંને ભાઈ એક જ માંના દિકરા છે અને મારી માં બેન સમાની ગાળો ભાંડનારને મારો ભાઈ છાવરી રહ્યો છે મેં સામે પ્રતિકાર કર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી કરી છે પણ ફરિયાદ ન કરવા માટે પણ મારો ભાઈ પોલીસને દબાણ કરતો હોવાની માહિતી મળી છે સવારે માં બેન સમાની ગાળો ભાડનારને છાવરવો તે કેટલું યોગ્ય કહેવાય તેવા આક્ષેપ સાથે મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભૂલથી બોલાઈ ગયું હશે તેમ કહી ઘટનાનું પુનરાવર્તન કરવાનું ટાળ્યું
અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ ઉર્ફે રોકી પટેલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ તેઓએ કહ્યું હતું કે ભૂલથી કંઈ બોલાઈ ગયું હશે પરંતુ તેનું પુનરાવર્તન કરવું જરૂરી નથી અને ઓડિયો જેણે વાયરલ કર્યા છે તે પણ ગુનેગાર જ કહેવાય તેવું રટણ કરી સંદીપ પટેલે પોતાનો બચાવ કર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ આપી છે કાર્યવાહી ચાલુ છે :- ડિવાઇએસપી ચિરાગ દેસાઈ
કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલને આરોપી સંદીપ ઉર્ફે રોકી પટેલે ફોન ઉપર ધમકી અને ગાળો ભાંડીઓ હોવાના ઓડિયો સામે આવ્યા છે જેના કારણે ફરિયાદી વિજય ઉર્ફે વલ્લભની ફરીયાદ લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મોડી રાત્રે એફ.આઇ.આર ઓનલાઇન થયા બાદ ઉમેદવારના સમર્થકોએ પોલીસ મથક છોડ્યું...?
કોંગ્રેસના ઉમેદવારને મારી નાખવાની ધમકી અને ગાળો ભાંડવાના ઓડીયો બાદ સમર્થકો સાથે ઉમેદવાર પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા જ્યાં મોટી માત્રામાં પોલીસ મથક સમર્થકોથી ઉભરાઈ ઉઠ્યો હતો અને જ્યાં સુધી ફરિયાદ દાખલ થયા બાદ ઓનલાઇન ચડાવવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ સમર્થક પોલીસ મથકમાંથી બહાર નહીં નીકળે તેવી નેમ સાથે મોડી રાત સુધી લોકોએ પોલીસ મથક ઉપર જમાવ્યો હતો.
કોંગ્રેસના ઉમેદવારને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપી પોલીસના શરણે
કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલને ફોન ઉપર ગાળો ભાંડવા અને ઉઠાવી લેવા તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતે મોડીરાત્રીએ ગુનો દાખલ થયા બાદ આરોપી અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર સંદીપ ઉર્ફે રોકી ભગુભાઈ પટેલ સામે ગુનો દાખલ થયા બાદ તેઓ પોલીસના શરણે હાજર થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે પોલીસએ તેની ધરપકરની કવાયત કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article