ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેસમાં ફીટ કરી દેવાની ધમકીથી યુવાને ગળાફાંસો ખાધો, મામલો ગરમાતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સહિત 5 સામે ફરિયાદ

Bharuch : ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે આત્મહત્યા કરનાર યુવાનને માનસિક દબાણ મારી નાખવાની ધમકી અને મોત લાવવા દુષ્પ્રેરણ કરવા બદલ ઝઘડિયા તાલુકા પંચાયતા ઉપપ્રમુખ સહિત ચાર સામે ગુનો દાખલ થયો છે જેમાં મરણ જનાર યુવાને તેના દાદા ને જણાવેલ કે લક્ઝરીવાળા ઝઘડામાં મારું ખોટું નામ નાખેલ છે અને પોલીસવાળા સાડા ડ્રેસમાં આવી ધમકી આપી પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.ઝઘડà
01:27 PM Nov 29, 2022 IST | Vipul Pandya
Bharuch : ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે આત્મહત્યા કરનાર યુવાનને માનસિક દબાણ મારી નાખવાની ધમકી અને મોત લાવવા દુષ્પ્રેરણ કરવા બદલ ઝઘડિયા તાલુકા પંચાયતા ઉપપ્રમુખ સહિત ચાર સામે ગુનો દાખલ થયો છે જેમાં મરણ જનાર યુવાને તેના દાદા ને જણાવેલ કે લક્ઝરીવાળા ઝઘડામાં મારું ખોટું નામ નાખેલ છે અને પોલીસવાળા સાડા ડ્રેસમાં આવી ધમકી આપી પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.
ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે ઓરિસ્સા પોલીસની બસને આંતરી તેના ડ્રાઇવર તથા કંડકટરને લૂંટી 32,500નો મુદ્દામાલ તથા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા જેના સંદર્ભમાં બસ ચાલેકે પાંચ વિરુદ્ધ ઉમલ્લાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ માં રાયસીંગપુરા ગામના ગુલાબભાઈ વસાવાનો છોકરો આકાશ વસાવા પણ હતો અને ઉમલ્લા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગતરોજ સાડા છ વાગ્યાના અરસામાં આકાશ તેના દાદા ભુલાભાઈ પાસે આવ્યો હતો અને જણાવતો હતો કે આપણા ગામના નગીન માધીયા વસાવા સના ભાવસિંગ વસાવા વાસુદેવ સવાભાઈ વસાવા ગણેશ બચુ વસાવા તથા પ્રકાશ દેસાઈ નાઓએ મને મારી નાખવાની ધમકી આપેલ છે અને લક્ઝરીવાળા ઝઘડામાં મારૂ ખોટું નામ દાખલ કરેલ છે અને પોલીસવાળા સાદા ડ્રેસમાં આવી ધમકી આપી મારી પાસે પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે તેમ જણાવ્યું હતું, જેથી ભુલાભાઈ આકાશને જણાવેલ કે આપણે હિંમત હારીને ખોટા પગલા ભરવાનું નથી તેમ સમજાવેલ, ત્યારબાદ આકાશની તેમના ગામના નગીન માધીયા વસાવા સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ આકાશ ઘરેથી કામ છે તેમ કહી જતો રહ્યો હતો.
રાત્રિના આઠ વાગ્યા સુધી આકાશ ઘરે આવેલ નહીં તેથી તેના દાદા ભુલાભાઈ ને લાગેલ કે નગીન વસાવા સના વસાવા વાસુદેવ વસાવા ગણેશ વસાવા તથા પ્રકાશ દેસાઈ ના માનસિક દબાણના કારણે ઘરે આવેલ નહીં ત્યારે ભુલાભાઈએ તેમના પરિવારજનોને આકાશ સાથે તેમના ગામના ઈસમો સાથે થયેલ ઘટના બાબતે જણાવેલ. રાત્રિના આકાશ ઘરે નહીં આવતા ભુલાભાઈ તથા તેમના પરિવાર આકાશને શોધવા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં નીકળ્યા હતા. રાત્રીના 8.15 વાગ્યાના અરસામાં ખાડી કિનારે આવેલ કોઠીના ઝાડ ઉપર આકાશ કમર પટ્ટા વડે ગળો ફાંસો ખાધેલ હાલતમાં લટકતો મળી આવેલ અને તેણે પેન્ટ નીચે ના ઉતરી જાય તે માટે કમરમાં રૂમાલ બાંધેલ હતો અને મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.
જેથી ભુલાભાઈને તથા તેમના પરિવારજનોને તેમના પૌત્ર આકાશને તેમના ગામના નગીન વસાવા સના વસાવા વાસુદેવ વસાવા ગણેશ વસાવા તથા પ્રકાશ દેસાઈનાઓના માનસિક દબાણના કારણે આપઘાત કરેલ હોય તેમ લાગતા તથા બીજા માણસોના બીક ના કારણે જીવ ગુમાવવાનો આવેલ છે તેમ લાગ્યું હતું, ત્યારબાદ તેમણે પોલીસને બનાવ બાબતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તેને લાશને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાય હતી.
મરણ જનનાર આકાશના દાદા ભુલાભાઈ ગોવિંદભાઈ વસાવા એ તેમના પૌત્ર આકાશે તેમના ગામના પાંચ જેટલા ઈસમો ના માનસિક દબાણ તથા તેને માર મારવાની ધમકી આપી પોતાનો મોત લાવવા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોય તેમણે ઉમલ્લા પોલીસ મથકમાં (1) પ્રકાશભાઈ દેસાઈભાઈ દેસાઈ ઉપપ્રમુખ ઝઘડિયા તાલુકા પંચાયત (2) નગીન માધીયાભાઇ વસાવા (3) સના ભાવસિંગભાઈ વસાવા (4) ગણેશ બચુભાઈ વસાવા (5) વાસુદેવ સવાભાઈ વસાવા તમામ રહે. રાયસીંગપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો - ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોના 1359 પુલિંગ બૂથ ઉપર 12 લાખ 67 હજાર મતદારો મતદાન કરશે
Tags :
BharuchBharuchPoliceCrimeFIRGujaratFirst
Next Article