એક કોલ આવ્યો અને બેંક ખાતામાંથી 50 લાખ ગાયબ, જાણો ચોંકાવનારો કિસ્સો
દિલ્હી (Delhi)માં સાયબર ક્રાઈમ (Cybercrime)નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ ઓટીપી પૂછ્યા વિના કે કોઈ લિંક મોકલ્યા વિના કંપનીના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. કંપનીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ મામલાની તપાસ કરી રહી છે.ન તો લિંક મોકલવામાં આવી કે ન તો OTP પૂછવામાં આવ્યો આજ સુધી તમે આવા ઘણા કિસ્સાઓ જોયા હશે જેમાં લોકો લિંક મોકલીને અથવા OTP માંગીને તમારી મહેà
દિલ્હી (Delhi)માં સાયબર ક્રાઈમ (Cybercrime)નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ ઓટીપી પૂછ્યા વિના કે કોઈ લિંક મોકલ્યા વિના કંપનીના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. કંપનીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ મામલાની તપાસ કરી રહી છે.
ન તો લિંક મોકલવામાં આવી કે ન તો OTP પૂછવામાં આવ્યો
આજ સુધી તમે આવા ઘણા કિસ્સાઓ જોયા હશે જેમાં લોકો લિંક મોકલીને અથવા OTP માંગીને તમારી મહેનતની કમાણી લૂંટી લે છે. આમાં કોન બનેગા કરોડપતિ જેવા મોટા શોના નામે પણ પૈસા લૂંટાય છે. પરંતુ આ વખતે જે મામલો સામે આવ્યો છે તે અલગ છે. આ વખતે ન તો લિંક મોકલવામાં આવી કે ન તો OTP પૂછવામાં આવ્યો છે.
ખાલી મેસેજ આવ્યો અને પૈસા ગાયબ
દિલ્હીમાં OTP અને લિંક વગર બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો આ પહેલો મામલો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતે કહ્યું કે સાયબર માફિયાઓએ ન તો કોઈ લિંક મોકલી કે ન તો વન ટાઈમ પાસવર્ડ માંગ્યો હતો.
બ્લેન્ક મેસેજ આવ્યા
પહેલા થોડા બ્લેન્ક મેસેજ ફરિયાદીને આવ્યા હતા. થોડા સમય પછી સાયબર ક્રિમીનલ્સે ફોન કરવા માંડ્યા. ઠગો અનેક વખત ફોન કરીને તેનું ધ્યાન હટાવતા રહ્યા.કૉલ ડિસકનેક્ટ કર્યાના થોડા સમય બાદ ફરિયાદીને 50 લાખ રૂપિયાનો RTGS મેસેજ આવ્યો જેથી તે ચોંકી ગયો હતો. પ્રારંભિક તપાસમાં પોલીસે જણાવ્યું કે RTGS દ્વારા અલગ-અલગ ખાતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા છે.
ઝારખંડ સાથે કનેક્શન
ભાસ્કર મંડલ નામના વ્યક્તિના ખાતામાં રૂ. 12 લાખ, અભિજીત ગીરીના રૂ. પાંચ લાખ અને અન્ય કેટલાક ખાતાઓમાં રૂ. 10 લાખ મોકલવામાં આવ્યા છે. પોલીસ તમામ હિસાબોની તપાસ કરી રહી છે.પોલીસે આ કેસમાં ઝારખંડના જામતારા સાથે જોડાણ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
જામતારાનો ઠગ હોવાની આશંકા
પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકીનો નેતા જામતારાનો હોઈ શકે છે અને જે ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા તે લોકોને કમિશન પેટે આપ્યા હશે. હવે સાયબર ઠગ લોકો નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.સિમ એક્ટિવેશનના નામે કોલ કરીને તેઓ એવો કન્ટ્રોલ એક્ટિવેટ કરે છે, જેથી ફોનનો બધો કંટ્રોલ તેમની પાસે જાય છે અને પછી કોલ ડાયવર્ટ કરીને ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. અને તેની માહિતી પણ કૉલ ડિસ્કનેક્ટ થયા પછી જ ઍક્સેસિબલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ઇસ્લામિક દેશોના સંગઠન OICની POK મુલાકાત પર ભારતની લાલ આંખ, કહ્યું આંતરિક મામલામાં ન દે દખલ
Advertisement