Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નકલી પોલીસ અને નકલી પત્રકાર બની લાખ રૂપિયાની ઉઘરાણી કરી જનાર ઈસમો ઝડપાયા

ગત તા. તા. 27/01/2023ના કલાક 13/30 વાગે ગુણા ગામે તળાવ ફળીયા વિસ્તારમા અજાણ્યા પાંચેક ઇસમોએ એક વ્હાઇટ કલરની બોલેરો ગાડી નંબર GJ-06-FK-3463મા બેસી આવી SOG પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી ફરીયાદીના ઘરના તથા ખેતરના ફોટા પાડી તમો બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે, FIR થશે, પેપરમા ફોટા સાથે તમારા નામ આવી જશે તેમ કહી ધમકી આપી પોલીસનો સ્વાંગ રચી ફરીયાદી સાથે બળજબરી કરી રુ. 1,05,000 કઢાવી લઇ જઇ
નકલી પોલીસ અને નકલી પત્રકાર બની લાખ રૂપિયાની ઉઘરાણી કરી જનાર ઈસમો ઝડપાયા
ગત તા. તા. 27/01/2023ના કલાક 13/30 વાગે ગુણા ગામે તળાવ ફળીયા વિસ્તારમા અજાણ્યા પાંચેક ઇસમોએ એક વ્હાઇટ કલરની બોલેરો ગાડી નંબર GJ-06-FK-3463મા બેસી આવી SOG પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી ફરીયાદીના ઘરના તથા ખેતરના ફોટા પાડી તમો બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે, FIR થશે, પેપરમા ફોટા સાથે તમારા નામ આવી જશે તેમ કહી ધમકી આપી પોલીસનો સ્વાંગ રચી ફરીયાદી સાથે બળજબરી કરી રુ. 1,05,000 કઢાવી લઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતેની ફરીયાદ નોંધાઈ હતી.
આ મામલે બોલેરો ગાડી નં. GJ-06-FK-3463ની કતવારા બાજુથી દાહોદ તરફ આવનાર છે તેવી બાતમીના આધારે પોલીસે જાલત ગામેથી બોલેરો ગાડીને ચાલક સાથે ઝડપી પાડી ચાલકનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ બાબુભાઇ જીમાલભાઇ મોહનીયા (રહે. વાંકીયા પટેલ ફળીયું તા.જી.દાહોદ)નો હોવાનું જણાવેલ. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.
જેમાં તેણે પોતાની બોલેરો ગાડી GJ06FK3463ની લઇ તે દિવસે ડ્રાઇવર તરીકે તેના છોકરો જીતેન્દ્રભાઇ બાબુભાઇ મોહનીયા તથા રમેશભાઇ મગનભાઇ દહમા તથા નરેશભાઇ જુવાનસીંગ તડવી તથા અન્ય બીજા બે એમ કુલ છ જણા ભેગા મળી ગુણા ગામે ગયેલ અને ત્યા એસ.ઓ.જી પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી એક ઘરના તથા ખેતરોમાં ફોટા પાડી તેઓને "તમે બે નંબરના ખોટા ખોટા ધંધા કરો છો તમારા ઉપર ગુન્હો દાખલ થશે અને પેપરમાં પણ ફોટા સાથે તમારા નામ આવશે” તેવી ધમકી આપી તે ઘરના માણસ પાસેથી રુ. 1,05,000  કઢાવી લીધેલ હોવાની કબુલ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.