Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જે પત્નીની હત્યાના કેસમાં પતિ સજા કાપતો હતો તે જીવતી નીકળી, પ્રેમી સાથે ભાગી ગઇ હતી!

ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે જાણ્યા બાદ આપણને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. આપણા મનમાં તરત જ સવાલ થાય કે ઐસા ભી હોતા હૈ? ત્યારે બિહારના મોતીહારી જિલ્લામાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે પત્નીની હત્યાની તેનો પતિ જેલમાં સજા ભોગવતો હતો, તે પત્ની જીવતી નિકળી છે. તેનાથી પણ આશ્ચર્યની વાત એ છે કે મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. મહિલાના પિતાએ ફરિયાદ à
જે પત્નીની હત્યાના કેસમાં પતિ સજા કાપતો હતો તે જીવતી નીકળી  પ્રેમી સાથે ભાગી ગઇ હતી
Advertisement
ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે જાણ્યા બાદ આપણને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. આપણા મનમાં તરત જ સવાલ થાય કે ઐસા ભી હોતા હૈ? ત્યારે બિહારના મોતીહારી જિલ્લામાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે પત્નીની હત્યાની તેનો પતિ જેલમાં સજા ભોગવતો હતો, તે પત્ની જીવતી નિકળી છે. તેનાથી પણ આશ્ચર્યની વાત એ છે કે મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. 
મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી
કદાચ તમને એવું લાગશે કે આ તો કોઇ ફિલ્મની સ્ક્રિપ્ટ છે, પરંતુ આ હકીકત છે. બિહારના મોતીહારી જિલ્લામાં લક્ષ્મીપુર નામનું ગામ આવેલું છે. કેસરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ગામની  શાંતિ દેવી નામની મહિલાના લગ્ન કેસરિયાના વોર્ડ નંબર ચારમાં રહેતા દિનેશ રામ સાથે 14 જૂન 2014ના રોજ થયા હતા. લગ્નના ઘણા વર્ષો બાદ ગત 19 એપ્રિલે આ મહિલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ અને પંજાબના જલંધરમાં રહેવા લાગી. મહિલાના ગુમ થયા બાદ તેના પિતા યોગેન્દ્ર રામે તેના પતિ સામે દહેજ માટે ત્રાસ અને હત્યા કરી લાશ ગુમ થયાની લેખિત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ વગર પતિને પકડ્યો
બિહારના મોતિહારીમાં એક મહિલાની હત્યાના કેસમાં તેનો પતિ જેલમાં સજા કાપી રહ્યો હતો, જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો લોકો ચોંકી ગયા. મહિલા મૃત્યુ પામી ન હતી પરંતુ તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેને પોલીસ અને તેના માતા-પિતાએ મૃત માની લીધું હતું. પોલીસે હવે આ મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં તપાસ કર્યા વિના હત્યાના આરોપમાં મહિલાના પતિની ધરપકડ કરીને જેલમાં પુરી દીધો હતો. જો કે એસએચઓ શૈલેન્દ્ર સિંહને આ મામલે શંકા ગઈ અને તેણે આ કેસમાં ટેકનિકલ સેલની મદદ લેવાનું નક્કી કર્યું. 
ફોન ટ્રેસ કરતા માહિતી મળી
ત્યારબાદ મહિલાનો ફોન ટ્રેસ કરતા જાણવા મળ્યું કે જે મહિલાને બધાએ મૃત માની લીધી છે તે જીવિત છે અને પંજાબના જલંધરમાં તેના પ્રેમી સાથે રહે છે. એસએચઓએ મોતિહારી એસપીને આ અંગે જાણ કરી. એસપીના આદેશ પર એક ટીમ બનાવીને જલંધર મોકલવામાં આવી હતી. જ્યાંથી મહિલાને મોતિહારી લાવવામાં આવી. ત્યારબાદ આ કેસનો ચોંકાવનારો નિકાલ આવ્યો હતો.
Tags :
Advertisement

.

×