Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા

Bharuch: પોતાના પ્રેમીને પામવા માતાએ વિધવા બનવા સૌપ્રથમ પોતાના જ દીકરાની બલી ચડાવવાનો ખેલ રચી નાખ્યો અને પોતાના પ્રેમી દિયરને બોલાવી દીકરાની હત્યા કરાવી પોતાના પતિનું પણ હત્યાનું કાવતરું રચ્યું હતું. પરંતુ 4 સંતાનની માતા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે (Police) અપહરણ (Kidnap) અને હત્યાનો ભેદ ઉકેલી નાખી પ્રેમી પંખીડા માતા અને પિતરાઈ દિયરને જેલ ભેગા કરી નાખ્યા છેશું હતી ઘટના?કહેવાય છà«
દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા
Bharuch: પોતાના પ્રેમીને પામવા માતાએ વિધવા બનવા સૌપ્રથમ પોતાના જ દીકરાની બલી ચડાવવાનો ખેલ રચી નાખ્યો અને પોતાના પ્રેમી દિયરને બોલાવી દીકરાની હત્યા કરાવી પોતાના પતિનું પણ હત્યાનું કાવતરું રચ્યું હતું. પરંતુ 4 સંતાનની માતા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે (Police) અપહરણ (Kidnap) અને હત્યાનો ભેદ ઉકેલી નાખી પ્રેમી પંખીડા માતા અને પિતરાઈ દિયરને જેલ ભેગા કરી નાખ્યા છે
શું હતી ઘટના?
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે તેમાં નથી ઉમર જોવાતી કે નથી રૂપ જોવા તો આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સારંગપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય દંપતીના પરિવારમાં બન્યો છે જેમાં ચાર સંતાનની માતાને પિતરાઈ દિયર સાથે આંખો મળી જતા પ્રેમ થઈ ગયો હતો અને બંને પ્રેમમાં એટલા ગળા ડૂબ થઈ ગયા કે માતાએ પોતાના દીકરા અને પતિની હત્યા કરવાનું રચી નાખ્યું ષડયંત્ર.. માતાએ પોતાના જ માસુમ 13 વર્ષીય દીકરા ક્રિષ્નાનું પ્રેમી પિતરાઈ દિયર પાસે અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવનાર સગી માતા એ જ દીકરો ગુમ થયો છે તેવી ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી.
પોલીસ તપાસ
તારીખ 23/01/2023ના રોજ અંકલેશ્વર તાલુકાના સાળંગપુર વિસ્તારમાં આવેલા સોનમ સોસાયટીમાં રહેતા સત્ય પ્રકાશ યાદવનો 13 વર્ષીય દીકરો ક્રિષ્ણા ગુમ થયો હોય તેવી ફરિયાદ અપહરણની નોંધાઈ હતી અને આ ગુનાની તપાસ પોલીસે જીણવટ ભરી રીતે શરૂ કરી હતી અને અપહરણ કરાયેલા 13 વર્ષીય કિશોરની શોધખોર પોલીસ કરતી હતી આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ગુમ થયેલા કિશોરનો બે બાળકો સાથે ઝગડો થયો હોવાની કહાની ઘડી હતી પરંતુ આ કહાની પોલીસના ગળે ઉતરી ન હતી અને જે બે બાળકોની પૂછપરછ કરાઈ હતી તેમાં પોલીસને કોઈ કડી મળી ન હતી.
કડક પુછપરછમાં ભાંગી પડી
પોલીસને ગુમરાહ કરી ઉંધી દિશામાં તપાસ કરાવી પોલીસ સાચી દિશામાં તપાસ કરતી નથી તેવા આક્ષેપ કરનારા દીકરા ક્રિષ્નાની માતાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જ પોતાના જ દીકરાનું અપહરણ તેના પિતરાઈ દિયર પાસે કરાવી હત્યા કરાવી હોવાનું કબૂલ્યું હતું અને તેના પતિની પણ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની કબુલાત કરી હતી અને તેના પિતરાઈ દિયર સાથે તેણીને પ્રેમ સંબંધ હોવાના કારણે બંને વચ્ચે કાંટા રૂપી પિતા પુત્રનું કાઢવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું
કબુલાત આપી
દીકરાનું અપહરણ કરી હત્યા કરવાનું ષડયંત્ર રચનાર સગી માતા મમતાદેવી સત્યપ્રકાશ યાદવની ધરપકડ કરી બાળકનું અપહરણ કરનાર પિતરાઈ કાકા ભગવતસિંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ બાળકનું અપહરણ કરી તેનું ગળું દબાવી ઝઘડિયા નજીક નદી કાંઠે કોઈ આવવા વાળું જગ્યાએ તેનો મૃતદેહ ફેંકી દીધો હોવાની કબુલાત કરી હતી જેના પગલે પોલીસે આરોપીઓની કબુલાતના આધારે જે સ્થળે મૃદયનો નિકાલ કર્યો હતો ત્યાં તપાસ કરતા ૧૩ વર્ષીય ગુમ થયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસને સમગ્ર અપહરણ અને હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ હતી
આગળની તપાસ શરૂ
દીકરાની હત્યા કરનાર સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયરએ મૃતકનો જ્યાં નિકાલ કર્યો હતો તેવી જગ્યા ઝગડીયાના ઉછાલી નજીક નર્મદા નદીના અવાવરૂ જગ્યાએથી મળી આવતા પોલીસે સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી.. પોલીસે હથિયારી માતા અને તેના પ્રેમી પિતરાઈ દિયર સામે અપહરણ હત્યા શહીદ પુરાવાના નાશ કરવા અંગેનો ગુનો દાખલ કરી બંને પ્રેમી પંખીડાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે
હત્યાનું ષડયંત્ર રચનાર પ્રેમી પંખીડા હોય પોલીસને ઉંધા રવાડે ચડાવવા ૨ બાળકોની કહાની બનાવી
પોતાના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ અપહરણ થયેલા ૧૩ વર્ષીય કિશોરની માતાએ કરી હતી અને સંપૂર્ણ તપાસમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ફરિયાદી માતા અને તેના પિતરાઈ પ્રેમી દિયરએ ગુમ થયેલા બાળકનો બે બાળકો સાથે ઝઘડો થયો હોય અને સાયકલ લઈને નીકળી ગયા હોય તેવી કહાની બનાવી હતી પરંતુ આ કહાની પોલીસના ગળે ઉતરી ન હતી જેના કારણે પોલીસે સંપૂર્ણ દિશામાં ઝીણવટ ભળી તપાસ શરૂ કરી હતી અને અંતે પોલીસને ગેરમાર્ગે દોરતા જ ફરિયાદી ગુમ થયેલા દીકરાની માતા અને તેનો પિતરાઈ પ્રેમી દિયર હત્યારા નીકળ્યા હોવાનું વિસ્ફોટ થઈ ગયો હોવાનું ભરૂચ જિલ્લા પોલીસવાળા ડો.લીના પાટીલએ જણાવ્યું હતું
4 સંતાની માતાને જેની સાથે પ્રેમ થયો તે પિતરાઈ પ્રેમીથી 20 વરસ મોટી
પ્રેમમાં ઉમર નથી જોવાતી કારણ કે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૪ સંતાનની માતા કે જે ૫૫ વર્ષની છે તેણીને તેના પિતરાઈ દિયર સાથે પ્રેમ થઈ ગયો હતો અને પ્રેમી ને પામવા માટે પતિની હત્યા કરવી જરૂરી હતી પરંતુ પતિની હત્યા કરતા પહેલા સૌથી વધુ નોલેજ ધરાવતો 13 વર્ષીય દીકરાની હત્યા કરવી જરૂરી હતી જેના કારણે હત્યારા પ્રેમી પંખીડાઓએ સૌપ્રથમ માસુમ કિશોરી હત્યા કરી નાખી અને ચાર સંતાની માતા કે જે ઉંમરમાં ૫૫ વર્ષની છે જ્યારે તેનો પિતરાઈ પ્રેમી માત્ર ૩૫ વર્ષનો છે અને કિશોરની હત્યા બાદ ચાર સંતાની માતા તેના પતિની હત્યા માટેનું ષડયંત્ર રચવાની હોવાનું સામે આવ્યું છે.
કિશોરની હત્યા કરનાર પિતરાઈ દિયર એસઓજી પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવતો હતો
13 વર્ષીય કિશોરનું અપહરણ કરનાર 35 વર્ષીય ભગવતસિંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ એસ.ઓ.જી પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી ચુક્યો હતો જેના કારણે તે નોલેજ વધારે ધરાવતો હતો અને તેણે અપહરણ કરી હત્યાનું ષડયંત્ર રચી નાખ્યું પણ ભરૂચમાં પોલીસની જીણવટ ભરી તપાસ ના કારણે હત્યારાના તમામ કાવા દાવાનો ખેલ ખુલ્લો પાડી દીધો અને આખરે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલ જેલ હવાલે કરી દેતા પોલીસને અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ છે
ભાભીની સાથે જ પિતરાઈ દિયર રહેતો હતો
સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ નાખવામાં પોલીસને સફળતા મળી ગઈ છે પણ પિતરાઈ દિયર તેના વતન હતો અને ત્યાંથી તેની અંકલેશ્વરમાં આવેલી પ્રેમિકા ભાભીએ તેને બોલાવ્યો હતો અને બંને જણાએ લગ્ન કરવા માટે બંનેના જીવનમાં નડતો રૂપ રહેતા કે 13 વર્ષે કિશોર અને કિશોર ની માતાએ પોતાના પતિની હત્યાનું ષડયંત્ર રચી નાખ્યું પરંતુ કિશોરની હત્યા કરવામાં પ્રેમી પંખીડાઓને સફળતા મળી ગઈ પરંતુ કિશોરના પિતાનો બચાવ થઈ ગયો અને બંનેની હત્યા કરવા માટે સગી માતાએ જ પોતાના પિતરાઈ દિયરને બોલાવ્યો હોવાનું સામે આવ્યું છે.
આરોપી સીસીટીવી ફૂટેજમાં દેખાયા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો
બાળકનો અપહરણ થયું હોવાની તપાસમાં પોલીસને CCTV ફૂટેજ હાથે લાગ્યા હતા અને તેમાં હત્યારો પિતરાઈ દિયર સીસીટીવી કેમેરામાં દેખાતો હતો જેના કારણે તેની કડક પૂછપરછ કરી હતી જેના કારણે તેણે પણ સમગ્ર હત્યાનું કાવતરાનું ભાંડો ફોડ્યો હતો અને આ રીતે અપહરણ અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હોવાની માહિતી તપાસ અધિકારી તરફથી મળી રહી છે.
પ્રેમી પંખીડાઓ 13 વર્ષીય કિશોરને શોધવાનું નાટક પણ કરતા
સગી માતાએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના દીકરાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આ પરાણે ફરિયાદ નોંધાવ્યા બાદ ગુમ થયેલા કિશોરની માતા અને તેનો પિતરાઈ પ્રેમી દિયર કિશોરે શોધવાનું નાટક કરતા હતા પરંતુ પોલીસે પણ તેઓની ગતિવિધિઓ ઉપર નજર રાખી હતી અને આખરે પોલીસને એક અઠવાડિયાની મહેનત બાદ સમગ્ર હત્યા અને અપહરણનો ભેદ ઉકેલ નાખવામાં સફળતા મળી ગઈ છે અને પોલીસ જ્યાં પણ તપાસમાં જતી ત્યાં બંને પ્રેમી પંખીડા પૈકી હત્યા કરનાર આરોપી સાથે જતો હોવાનું પણ સામે આવ્યું છે.
મૃતકની ઓળખ ન થાય તે માટે હત્યારાઓએ કિશોરના કપડા પણ કાઢી લીધા હતા
ક્રિષ્ણા ૧૩ વર્ષીય કિશોરની હત્યા કર્યા બાદ હત્યારાઓએ મૃતક કિશોરની ઓળખ ન થાય તે માટે તેની હત્યા બાદ તેના કપડા પણ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા માટેનું પણ ષડયંત્ર રચ્યું હતું અને મૃતક જ્યારે મળ્યો તે તે કપડા વગરનો મળ્યો હતો જેના કારણે પોલીસે પુરાવાના નાશ કરવાની પણ કલમનો ઉમેરો કર્યો હોવાની માહિતી સાંપડી રહી છે.
પત્નીએ પતિની જ હત્યા કરવા માટે ઘેનની ગોળી પીવડાવીને કામ પૂરું કરવાની હોવાની કબુલાત કરી
પોતાના માસુમ દિકરાની હત્યા કર્યા બાદ પોતાના પતિની પણ હત્યા કરવા માટે પતિને ઘેનની ગોળી પીવડાવીને કામ પૂરું કરી દઈશ તેમ પોતાના પ્રેમી દિયર ને કહ્યું હતું અને દીકરાની હત્યા કર્યા બાદ પતિની હત્યા થાય તે પહેલા જ પોલીસે હત્યારા પ્રેમી પંખીડાઓને ઝડપી પાડી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
હત્યારા પ્રેમી પંખીડાઓએ લગ્ન કરવા માટે વકીલની સલાહ બાદ હત્યાનો પ્લાન ઘડીયો
પ્રેમી પંખીડામાં મમતાદેવીએ તેના પિતરાઈ દિયર ભગવતસિંગ સાથે લગ્ન કરવા હોય તો વિધવા બનવું જરૂરી છે પરંતુ મમતાદેવીએ વિધવા બનવા માટે સૌથી હોશિયાર ૧૩ વર્ષીય કિશોરની હત્યાનું ષડયંત્ર ઘડી નાખ્યું અને કિશોરની હત્યા બાદ મમતાદેવીએ વિધવા બનવા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે સમગ્ર મનસુબાને ખુલ્લો પાડી દીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.