Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર,આ ખેલાડીની થઈ એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર ટૂંક સમયમાં દિલ્હી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે. BCCiએ આ અંગે માહિતી આપી છે.BCCIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું à
બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર આ ખેલાડીની થઈ એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર ટૂંક સમયમાં દિલ્હી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે. BCCiએ આ અંગે માહિતી આપી છે.

Advertisement

BCCIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે તેની પીઠની ઈજાને પગલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સફળતાપૂર્વક તેનું પુનર્વસન પૂર્ણ કર્યું છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેને ક્લિયર કરવામાં આવ્યો છે. શ્રેયસ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટથી ટીમ સાથે જોડાશે.


બીજી ટેસ્ટ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.કે. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૂર્યકુમાર યાદવ.

દિવસમાં 90 ઓવર ફિલ્ડિંગ કરવી પડી શકે છે
શ્રેયસ અય્યરે એક મહિનાથી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી અને તે જોવાનું રહેશે કે તેને પ્લેઈંગ-11માં સીધો સ્થાન મળે છે કે નહીં, જ્યાં તેને દિવસમાં 90 ઓવર ફિલ્ડિંગ કરવી પડી શકે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટેસ્ટ માટે મંગળવારે દિલ્હી પહોંચી હતી. દિલ્હી ડિસેમ્બર 2017 પછી પ્રથમ વખત ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે.
Advertisement

નાગપુરમાં ભારતને શાનદાર જીત મળી હતી
ભારતે નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જ જીતી લીધી હતી. 200થી વધુ રનની લીડ મેળવ્યા બાદ ભારતે લગભગ એક સેશનમાં ઓસ્ટ્રેલિયાને 91 રનમાં આઉટ કરી દીધું હતું. રવિન્દ્ર જાડેજાએ તે મેચમાં 70 રન બનાવવાની સાથે સાત વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.