Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાન્ય માણસને મોટો ઝટકો, RBIએ રેપો રેટમાં કર્યો વધારો, મોંઘી થશે હોમ અને કાર લોન

એકવાર ફરી સામાન્ય માણસને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક (RBI) એ આ વર્ષના મે મહિનાથી પાંચમી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. મોંઘવારીનાં કારણે દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે અને રિકવરીમાં સમસ્યા છે. આવી સ્થિતિમાં, મોંઘવારી પર અંકુશ મેળવવા માટે, રિઝર્વ બેંક (RBI) એ આજે ​​એટલે કે 7મી ડિસેમ્બરે ફરી વ્યાજ દરોમાં વધારો કર્યો છે.  રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટ (Repo Rate) માં 35
સામાન્ય માણસને મોટો ઝટકો  rbiએ રેપો રેટમાં કર્યો વધારો  મોંઘી થશે હોમ અને કાર લોન
એકવાર ફરી સામાન્ય માણસને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક (RBI) એ આ વર્ષના મે મહિનાથી પાંચમી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. મોંઘવારીનાં કારણે દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે અને રિકવરીમાં સમસ્યા છે. આવી સ્થિતિમાં, મોંઘવારી પર અંકુશ મેળવવા માટે, રિઝર્વ બેંક (RBI) એ આજે ​​એટલે કે 7મી ડિસેમ્બરે ફરી વ્યાજ દરોમાં વધારો કર્યો છે. 
Advertisement

રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટ (Repo Rate) માં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના કારણે તે 5.40 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે. આ પહેલા રેપો રેટમાં 30 સપ્ટેમ્બરે 50 બેસિસ પોઈન્ટ્સ, ઓગસ્ટમાં 50 બેસિસ પોઈન્ટ્સ, જૂનમાં 50 બેસિસ પોઈન્ટ્સ અને મે મહિનામાં 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો.

FY23: GDP વૃદ્ધિ દર 6.8% રહેવાનો અંદાજ
RBIનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2023માં GDP વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાની આશા છે. પ્રથમ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ 7 ટકા હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 4.4 ટકા રહી શકે છે. જ્યારે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 4.2 ટકા રહી શકે છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરના GDPના આંકડા અનુમાન મુજબ રહ્યા છે.
Advertisement

મોંઘવારીની ધારણા
RBI ગવર્નરે કહ્યું કે, મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય છે. મોંઘવારી હજુ પણ લક્ષ્યાંકથી ઉપર રહેવાની ધારણા છે. આગામી 4 મહિના સુધી મોંઘવારી દર 4 ટકાથી ઉપર રહી શકે છે. જોકે ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. RBI મોનેટરી પોલિસી કમિટીના 6માંથી 5 સભ્યો રેપો રેટ વધારવાની તરફેણમાં હતા. જ્યારે 4 સભ્યો એકમોડેટીવ વલણ પાછું ખેંચવાની તરફેણમાં હતા.

જાણો રેપો રેટ EMI ને કેવી રીતે અસર કરે છે
જ્યારે રેપોમાં વધારો થાય છે, ત્યારે તે બેંકોને ઉપલબ્ધ લોન મોંઘી બનાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે બેંકને જ મોંઘી લોન મળે છે, ત્યારે તેઓ ગ્રાહકોને આપવામાં આવેલી લોન પણ મોંઘી કરી દે છે. હોમ લોન અને ઓટો લોન તેમના લાંબા કાર્યકાળને કારણે ફ્લોટર વ્યાજ દરે આપવામાં આવે છે. આ દર રિઝર્વ બેંકના દરમાં વધારો અથવા ઘટાડાને આધારે બદલાતો રહે છે. આ જ કારણ છે કે જેવી રિઝર્વ બેંક રેપો રેટ વધારશે તેની સીધી અસર હોમ લોન અને કાર લોનની EMI પર જોવા મળે છે.
પર્સનલ લોન થશે મોંઘી, FD ધારકોને મળશે ફાયદો
મોંઘી EMI ઉપરાંત હવે પર્સનલ લોન લેવી પણ મોંઘી થશે. આગામી થોડા દિવસોમાં તમામ બેંકો તેમની પર્સનલ લોનના નવા દર જારી કરશે. જોકે, જેમની પાસે પહેલેથી જ પર્સનલ લોન છે, તેમની EMI પર કોઈ અસર થશે નહીં કારણ કે લોન નિશ્ચિત દરે લેવામાં આવી હતી. રેપો રેટમાં વધારો એ લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ FD લેવાનું વિચારી રહ્યા હતા. આગામી દિવસોમાં તમામ બેંકો પણ FDના વધેલા દરો જારી કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.