Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સેલવાસમાં 9 વર્ષના માસૂમની બલી ચડાવાઈ, 1 સગીર સહિત 3 આરોપી ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે ધૈર્યા નામની માસૂમ દિકરીની બલિ ચડાવી દીધાંની ઘટનાના આશરે ચાર મહિના જેટલા સમય બાદ વધુ એક બાળકની બલિ ચડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલા નામના બાળકના ગુમ થવા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છà«
04:01 PM Jan 10, 2023 IST | Vipul Pandya
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે ધૈર્યા નામની માસૂમ દિકરીની બલિ ચડાવી દીધાંની ઘટનાના આશરે ચાર મહિના જેટલા સમય બાદ વધુ એક બાળકની બલિ ચડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલા નામના બાળકના ગુમ થવા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. કે 9 વર્ષીય માસુમ ચૈતા ની મેલી વિદ્યાના માટે હત્યા કરી અને નર બલી ચઢાવવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ શું મેળવવા માટે ચૈતા ની નરબલી ચડાવી હતી..?
બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો
વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી થોડા દિવસ અગાઉ એક બાળકનો ક્ષત-વિક્ષત હાલતમાં અર્ધમૃત દેહ મલી આવ્યો હતો ત્યારબાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનો અર્ધમૃતદેહ  મળ્યો હતો.આથી આ મામલે વલસાડ પોલીસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
મેલીવિદ્યાના નામે બાળકની બલી
આ દરમિયાન સેલવાસ પોલીસે મૃતક બાળકની ઓળખ શાયલીના 9 વર્ષીય  ચૈતા કોહલા નામના બાળક તરીકે કરી હતી. બાળકના પરિવારજનોએ  તેમનું બાળક ચૈતા ગુમ હોવાની ફરિયાદ પણ દાખલ કરી હતી. આથી પોલીસે આ મામલે તપાસ કરતાં હવે ચોકાવનારો ખુલાસો થયો છે. અને સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ખુલાસો થયો છે કે આરોપીઓએ 9 વર્ષીય માસુમ ચૈતાની મેલીવિદ્યા કરવા નર બલી ચડાવી અને માસુમની હત્યા નીપજાવી હોવાનો ચકાવનારો ખુલાસો થયો છે.
ધનવાન બનવા બલી ચડાવાઈ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ માસુમ ચૈતાની હત્યામાં રમેશ, શૈલેષ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. તેમાંથી  આરોપી  રમેશને  પૈસાદાર થયું હતું આથી તેણે પૈસાદાર થવા પૈસાનો વરસાદ કરાવવાની મેલી વિદ્યા કરવા માટે  તેના મિત્ર શૈલેષને વાત કરી હતી. આથી શૈલેષ એ સગીરાનો  સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
અપહરણ કર્યું
આ માટે શૈલેષ નામના આરોપીએ સાયલીમાં  એક ચિકન શોપમાં  ખાટકીનું કામ કરતા સગીર આરોપી જે મેલી વિદ્યા જાણતો હતો તેના દ્વારા  તેઓએ મેલી વિદ્યા કરવા નો પ્લાન બનાવ્યો હતો. આથી પ્લાન મુજબ મેલી વિદ્યા કરવા માટે સગીર આરોપીએ પ્રથમ  9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું.અને ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરી તેની હત્યા કરી  નર બલી ચડાવી હતી. આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેને માસુમ ચૈતા ની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે. જોકે સેલવાસ પોલીસ આ મામલે ખુલીને કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી..
આરોપીઓને કડક સજા થાય તેવી માંગ
મહત્વપૂર્ણ છે કે આજના આધુનિક યુગમાં અને 21 મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધા ભગત ભુવા અને મેલી વિદ્યા કરી અને આવી નર બલી જેવી જધન્ય માન્યતાઓમાં વિશ્વાસ ધરાવે છે. ત્યારે આ મામલામાં મેલી વિદ્યા કરવામાં એક માસુમનો ભોગ લેવાયો છે.  ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સગીર છે તેને પોલીસે જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યો છે. જોકે બાકીના બે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સંઘપ્રદેશના આ  ચર્ચાસ્પદ અને ધ્રુણાસપદ બનાવમાં આરોપીઓને કડકમાં કડક અને દાખલા રૂપ સજા મળે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો - આઠમા નોરતે માસૂમ દીકરીની બલિ? અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો હચમચાવી દેતો કિસ્સો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
childCrimeGujaratFirstHumansacrificepolicesacrificedSuperstitionValsadઅંધશ્રદ્ધાનરબલિવલસાડસાયલીસેલવાસપોલીસ
Next Article