ચેરાપુંજીમાં 122 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 38 ઇંચ વરસાદ ખાબક્યો
દેશમાં એક તરફ ગરમીથી કંટાળી ગયેલા લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે તો બીજી તરફ દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેઘાલયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મેઘાલયના ચેરાપુંજીના સોહરા વિસ્તારમાં શુક્રવારે 27 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સોહરા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 972.0 મીમી વરસાદ નોંધાયો છે.બે દિવસ પહેલા અહીં 811.6 મીમી વરસાàª
Advertisement

દેશમાં એક તરફ ગરમીથી કંટાળી ગયેલા લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે તો બીજી તરફ દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેઘાલયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મેઘાલયના ચેરાપુંજીના સોહરા વિસ્તારમાં શુક્રવારે 27 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સોહરા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 972.0 મીમી વરસાદ નોંધાયો છે.
બે દિવસ પહેલા અહીં 811.6 મીમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMDએ કહ્યું કે, વર્ષ 1901થી તેમણે રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું છે. ત્યારથી, ચેરાપુંજી જે વિશ્વના સૌથી વધુ વરસાદી સ્થળોમાંના એક, જૂન મહિનામાં એક દિવસમાં નવ વખત 800 મીમીથી વધુ વરસાદ રેકોર્ડ થયો છે. આસામમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે લગભગ 25 જિલ્લા પૂરની ઝપટમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, 11 લાખથી વધુ લોકો તેનાથી પ્રભાવિત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે, 922 મી.મી. વરસાદનો આ રેકોર્ડ 122 વર્ષના ઈતિહાસમાં ત્રીજા સ્થાને છે.
ગુવાહાટીમાં IMDના પ્રાદેશિક કેન્દ્રના વૈજ્ઞાનિક સુનીત દાસે જણાવ્યું હતું કે, 16 જૂન, 1995ના રોજ ચેરાપુંજીમાં 1,563.3 મી.મી. વરસાદ નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા 15 જૂન 1995ના રોજ 930 મી.મી. વરસાદ પડ્યો હતો. તેમણે કહ્યું કે આ મહિને શુક્રવાર સુધી ચેરાપુંજીમાં કુલ 4081.3 મી.મી. વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં ચેરાપુંજીમાં 811.2 મી.મી. વરસાદ નોંધાયો હતો. દાસે કહ્યું, "હંમેશા આવો વરસાદ નથી પડતો. (ચેરાપુંજીમાં) વર્ષમાં એક કે બે વાર 50-60 સે.મી. વરસાદ સામાન્ય છે. પરંતુ 80 સે.મી. કે તેથી વધુ વરસાદ સામાન્ય નથી.
Advertisement