Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાપીમાં 10 વર્ષની બાળકીનું સ્કૂલ બહારથી જ થયું અપહરણ, માતાએ જ કરી પોતાની દિકરીને Kidnap, આ હતું કારણ

વલસાડ જિલ્લાના વાપીમાં એક દસ વર્ષીય વિદ્યાર્થીનીનું સ્કૂલની બહારથીજ અપહરણ થવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ અપહરણકર્તાની પારડી પોલીસે ધરપકડ કરી છે ત્યારે કોણ છે આ મહિલા જેણે એક માસુમ 10 વર્ષની બાળકીનું અપરહરણનો કારસો રચ્યો હતો?સમગ્ર ઘટનાક્રમસ્કુલ બહારથી અપહરણવાપીમાં રહેતા દિલીપ મિશ્રા નામના વ્યક્તિને તેમની બાળકી જે સ્કૂàª
12:02 PM Jan 21, 2023 IST | Vipul Pandya
વલસાડ જિલ્લાના વાપીમાં એક દસ વર્ષીય વિદ્યાર્થીનીનું સ્કૂલની બહારથીજ અપહરણ થવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ અપહરણકર્તાની પારડી પોલીસે ધરપકડ કરી છે ત્યારે કોણ છે આ મહિલા જેણે એક માસુમ 10 વર્ષની બાળકીનું અપરહરણનો કારસો રચ્યો હતો?
સમગ્ર ઘટનાક્રમ
સ્કુલ બહારથી અપહરણ
વાપીમાં રહેતા દિલીપ મિશ્રા નામના વ્યક્તિને તેમની બાળકી જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાંથી બપોરે એક ફોન આવ્યો હતો કે તેની 10 વર્ષીય બાળકીને કોઈ અજાણ્યા ઈસમો સ્કૂલની બહારથી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા છે. આ ફોન આવતા જ દિલીપ મિશ્રાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દિલીપ મિશ્રાએ તાત્કાલિક નેશનલ હાઇવે 48 પર આ અપહરણકર્તાની કાર નો પીછો કર્યો હતો.
પિતાએ ફિલ્મીઢબે પીછો કર્યો, અપહરણકર્તાઓએ હુમલો પણ કર્યો
વાપીના બલીઠા વિસ્તારમાં હાઇવે પર જે કારમાં તેમની દીકરીને અપહરણ કરીને લઈ જવાતી હતી તે કારને આંતરીને પોતાની દીકરીને બચાવવા નો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દિલીપ મિશ્રા પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. દિલીપ મિશ્રાએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી જેથી ઘટનાની જાણ થતાંજ પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને અપહરણ કરવા આવેલા ત્રણ અપહરણકર્તા ઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ઘાયલ દિલીપ મિશ્રાને વાપીના હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
1 મહિલા સહિત 3 ઝડપાયા
પારડી પોલીસે અપહરણકર્તાઓને પકડી પાડી વાપી ટાઉન પોલીસને સોંપ્યા હતા. અને વાપી ટાઉન પોલીસે 10 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર આરોપી પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી નામના ત્રણ આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
માતાએ જ દિકરીનું અપહરણ કર્યાંનું ખુલ્યું
આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા દસ વર્ષીય વિદ્યાર્થીનીના અપહરણની આ ઘટનામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ અપહરણની ઘટનામાં પૂજા બારોટ નામની મહિલા મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ચોકાવનારી બાબત એ છે કે જે બાળકીનું અપહરણ થયું હતું તે બાળકી પૂજા બારોટ નીજ દીકરી હોવાનું જ સામે આવ્યું છે.
ડિવોર્સ બાદ બંને બાળકો પિતાની કસ્ટડીમાં હતા
ફરિયાદી દિલીપ મિશ્રા અને પૂજાના થોડા વર્ષો અગાઉ લગ્ન થયા હતા અને આ લગ્ન બાદ એક છોકરી અને એક છોકરાનો પણ જન્મ થયો હતો. જો કે બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હતો જેના કારણે થોડા સમય પહેલા જ પૂજા અને દિલીપે છુટાછેડા લઈ લીધા હતા. અને પૂજા એ પોતાની મરજીથી બંને બાળકોને કસ્ટડી પણ તેના પિતા દિલીપ ને સોંપી દીધી હતી. જે બાદ પૂજાએ અમદાવાદમાં રહેતા વિરાજ બારોટ સાથે ઘર માંડ્યું હતું.
નવા પતિ સાથે 10 વર્ષિય દિકરીનું અપહરણ
જો કે હવે અચાનક જ પૂજા તેના નવા પતિ વિરાજ સાથે વાપી આવી પહોંચી હતી અને તેના પૂર્વ પતિ દિલીપને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક જ દસ વર્ષીય દીકરી નું અપરણ કરી અમદાવાદ તરફ ફરાર થવાની પેરવી માં હતી ત્યારે જ ત્રણેય આરોપીને પારડી પોલીસે ઝડપી લીધા હતા. પૂજા અને તેના પૂર્વપતિ વીરાજે દિલીપને ઢોર માર માર્યો હતો અને હાલે દિલીપ વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે દિલીપને એ વાતનો સંતોષ છે કે તેને પોતાની દીકરીને બચાવી લીધી છે.
મહિલાનો લૂલો બચાવ
10 વર્ષીય બાળકીના અપહરણ ના મામલામાં પૂજા બારોટ એ મીડિયા સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. જોકે પૂજા આજે પણ દિલીપની પત્ની હોવાનો દાવો કરે છે. જોકે પોતે એ પણ સ્વીકારે છે કે પોતે વિરાજ સાથે લિવઇનમાં રહે છે. જોકે પૂજા અને વિરાજ ના લગ્ન થઈ ગયા હોવાના ફોટાઓ પણ જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ તપાસમાં સંપૂર્ણ હકીકત બહાર આવશે.
અપહરણની ઘટના CCTVમાં કેદ
અપહરણની આ ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળા છૂટવાના સમયે બહાર આવી રહ્યા હતા આ બાળકો પૈકી એક 10 વર્ષીય સગીર બાળકીનો એક મહિલા હાથ પકડી લઇ જતી શાળાની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
કડક સજા થાય તેવી પિતાની માંગ
વાપીની હરિયા હોસ્પિટલ બિછાને સારવાર લઈ રહેલ દિલીપ મિશ્રા એક જ માગણી કરી રહ્યો છે કે પોતાની દીકરીનું અપરણ કરનારાઓને સખત સજા થાય. ભવિષ્યમાં તેના બાળકો પર કોઈ જોખમ ન આવે અને તેની જૂની માં પૂજા તેની દીકરીનું અપહરણ કરી કોઈ ખરાબ કૃત્ય ન કરે તેવી આશા પોલીસ પાસે સેવી રહ્યો છે. હાલ પોલીસે પણ આ અપહરણની ઘટનામાં સામેલ ત્રણેય આરોપી પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી ની ધરપકડ કરી લીધી છે. ત્યારે પોલીસ તપાસમાં સંપૂર્ણ હકીકત બહાર આવશે.
આ પણ વાંચો - સુરત પોલીસની કામગીરી વચ્ચે વ્યાજખોરો બન્યા બેફામ, એક શખ્સને આપઘાત કરવા મજબુર કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsgirlGujaratFirstGujaratPoliceKidnapValsadvapiઅપહરણગુજરાતપોલીસગુજરાતીસમાચારવાપી
Next Article