દુનિયાભરના દેશ આજે વિકાસની બુલંદીઓને અડી રહ્યા છે જેમા કેનેડા પણ સામેલ છે. પરંતુ કહેવાય છે કે, તમારો દેશ કેટલો સુરક્ષિત છે તે પણ વિશ્વ નોંધ લેતું હોય છે. કેનેડાની વાત કરીએ તો અહીં કેનેડિયન પોલીસે દેશના 11 ગેંગસ્ટરોની યાદી બહાર પાડી છે જેઓ સામૂહિક હિંસાના આત્યંતિક સ્તર સાથે જોડાયેલા છે. આ 11 લોકોમાંથી 9 ભારતીય મૂળના છે. બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સીસ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિà
દુનિયાભરના દેશ આજે વિકાસની બુલંદીઓને અડી રહ્યા છે જેમા કેનેડા પણ સામેલ છે. પરંતુ કહેવાય છે કે, તમારો દેશ કેટલો સુરક્ષિત છે તે પણ વિશ્વ નોંધ લેતું હોય છે. કેનેડાની વાત કરીએ તો અહીં કેનેડિયન પોલીસે દેશના 11 ગેંગસ્ટરોની યાદી બહાર પાડી છે જેઓ સામૂહિક હિંસાના આત્યંતિક સ્તર સાથે જોડાયેલા છે. આ 11 લોકોમાંથી 9 ભારતીય મૂળના છે.
બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સીસ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટ (CFSEU-BC), વાનકુવર પોલીસ અને BC રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની ભાગીદારીમાં, બુધવારે જાહેર ચેતવણી જારી કરી છે. આ યાદીમાં શકીલ બસરા (28), અમરપ્રીત સામરા (28), જગદીપ ચીમા (30), રવિન્દર સરમા (35), બરિન્દર ધાલીવાલ (39) એન્ડી સેન્ટ પિયરે (40) ગુરપ્રીત ધાલીવાલ (35), રિચર્ડ જોસેફ વ્હિટલોક (40), આમરૂપ ગિલ (29), સુખદીપ પંસલ (33) અને સુમદીશ ગિલ (28) ના નામ છે. પોલીસે કહ્યું કે, તેઓ માને છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ગેંગસ્ટરની નજીક જશે તો તે પોતાને જોખમમાં મૂકી શકે છે.