પંચાયત ક્લાર્કની પરીક્ષામાં 1131 પોસ્ટ માટે અધધ 9.55 લાખ અરજી
રાજ્યમાં યોજાનારી પંચાયત ક્લાર્કની પરીક્ષાના મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. આગામી સમયમાં લેવાનાર પંચાયત ક્લાર્કની પરીક્ષામાં 1131 પોસ્ટ માટે અધધધ કહી શકાય તેટલી 9.55 લાખ અરજીઓ આવી છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી પંચાયત ક્લાર્કની પરીક્ષાને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે. તલાટીની જેમ પંચાયત ક્લાર્કની પરીક્ષામાં પણ અરજદારોનો રાફડો ફાટી નિકળ્યો છે અને 1131 પોસ્ટ માટે અધધધ 9.55 લાખ અરજ
Advertisement
રાજ્યમાં યોજાનારી પંચાયત ક્લાર્કની પરીક્ષાના મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. આગામી સમયમાં લેવાનાર પંચાયત ક્લાર્કની પરીક્ષામાં 1131 પોસ્ટ માટે અધધધ કહી શકાય તેટલી 9.55 લાખ અરજીઓ આવી છે.
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી પંચાયત ક્લાર્કની પરીક્ષાને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે. તલાટીની જેમ પંચાયત ક્લાર્કની પરીક્ષામાં પણ અરજદારોનો રાફડો ફાટી નિકળ્યો છે અને 1131 પોસ્ટ માટે અધધધ 9.55 લાખ અરજી આવી હોવાના સમાચાર મળી રહ્યા છે.
પંચાયત ક્લાર્કની પરીક્ષામાં અરજદારોની સંખ્યા વધતાં હવે પંચાયત પસંદગી બોર્ડ માટે પણ પરીક્ષા લેવી પડકાર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષામાં પણ 17 લાખ અરજીઓ આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંચાયત કેડરમાં 15 પોસ્ટની પરીક્ષા પૂર્ણ થઇ છે અને હવે ક્લાર્ક તથા તલાટીની જ પરીક્ષા બાકી રહી છે. પંચાયત સેવા બોર્ડે સીએમઓ પાસે પરીક્ષા માટે પરવાનગી પણ માગી હોવાનું જાણવા મળે છે.
ક્લાર્ક અને તલાટીની પરીક્ષા સાથે લેવી કે અલગ અલગ તે મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ક્લાર્કની પરીક્ષા પહેલાં લેવાય તેવી શક્યતા છે. તલાટીની પરીક્ષા પણ પાછળથી લેવા અંગે વિચારણા ચાલી રહી છે.
જો કે આગામી ચૂંટણી પહેલાં જ બંને પરીક્ષા પૂર્ણ કરી શકાય તે માટે કવાયત આદરી દેવાઇ છે. મુખ્યમંત્રીની લીલી ઝંડી બાદ બંને પરીક્ષા લેવાય તેમ જાણવા મળે છે.