Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતી કાલે 75 કેન્દ્રીય મંત્રીઓ દેશના 75 ઐતિહાસિક સ્થળો પર યોગ કરતા જોવા મળશે

દેશભરમાં આવતી કાલે રંગેચંગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યું છે, તો આ વખતે ઈન્ટરનેશનલ યોગ ડે પર મોદી સરકારના 75 મંત્રીઓ દેશના 75 ઐતિહાસિક સ્થળો પરથી યોગ કરતા જોવા મળશે. કોવિડના સમયગાળા દરમિયાન યોગે દરેકને એકસૂત્રતામાં બાંધ્યા છે અને વિશ્વમાં એકતાની ભાવના જાગૃત થઈ છે. આથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસન
10:35 AM Jun 20, 2022 IST | Vipul Pandya
દેશભરમાં આવતી કાલે રંગેચંગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે દેશ "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે, તો આ વખતે ઈન્ટરનેશનલ યોગ ડે પર મોદી સરકારના 75 મંત્રીઓ દેશના 75 ઐતિહાસિક સ્થળો પરથી યોગ કરતા જોવા મળશે. કોવિડના સમયગાળા દરમિયાન યોગે દરેકને એકસૂત્રતામાં બાંધ્યા છે અને વિશ્વમાં એકતાની ભાવના જાગૃત થઈ છે. આથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિ "માનવતા માટે યોગ" થીમ પર ઉજવવામાં આવશે. કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા મૈસૂરમાં 21 જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. આ વખતે મૈસૂર પેલેસમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે. 
દેશભરમાં આવતી કાલે રંગેચંગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. જતિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરથી વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન યોગ સમારોહમાં ભાગ લેશે. ડીડી ન્યૂઝ પર નવીન કાર્યક્રમ 'ધ ગાર્ડિયન રિંગ' દ્વારા 80 દેશોના યોગ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર દિલ્હીના પુરાના કિલ્લા ખાતે યોગ કરતા જોવા મળશે. જ્યારે વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરથી યોગ સમારોહમાં ભાગ લેશે. તો આ તરફ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને ડૉ. રાજકુમાર રંજન સિંહ વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી અને લોકટક લેક બિષ્ણુપુર, મણિપુરથી યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.
મૈસૂરમાં મુખ્ય કાર્યક્રમ ઉપરાંત વિદેશ મંત્રાલય દ્વારા 'ધ ગાર્ડિયન રિંગ' નામની નવીન અને અનોખી ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો હેતુ ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના સંદેશને આગળ વધારવાનો છે. ગાર્ડિયન રિંગ કાર્યક્રમ દ્વારા સૂર્યની ગતિની ઉજવણી કરવામાં આવશે અને "વન સન, વન અર્થ"ના વિચારનેે ઉજાગર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે, પૂર્વથી પશ્ચિમ સુધી, તમામ દેશોના લોકો ભારતીય પરંપરા મુજબ ઉત્સાહ સાથે ઉજવણીમાં જોડાઇને  યોગ કરતાં કરતાં ઉગતા સૂર્યનું સ્વાગત કરશે. 
આમ તો વિદેશમાં ભારતીય મિશન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે પહેલીવાર 'ગાર્ડિયન રિંગ' દ્વારા તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. 21 જૂનના રોજ, 80થી વધુ ભારતીય મિશન અને દૂતાવાસ તેમજ વિવિધ દેશોમાં મોટા પાયે યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વિશ્વમાં સૌ પ્રથમ સૂર્યોદય જાપનમાં થાય છે. તેથી ઉગતા સૂર્યના દેશ જાપાનથી આ વર્ષે યોગના કાર્યક્રમો શરુ થશે, જે ભારતીય સમય અનુસાર સવારે 3 વાગ્યાથી ધીમે ધીમે જેમ જેમ સૂર્ય પશ્ચિમ તરફ આગળ વધશે તેમ અલગ અલગ દેશમાં સૂર્યોદય સાથે યોગના વિવિધ કાર્યક્રમો સાથે આ દિવસની ઉજવણી કરાશે. ડીડી ઈન્ડિયા દ્વારા વ્યાપક ટેકનોલાજીનો ઉપયોગ કરીને ભારતીય સમય અનુસાર વહેલી સવારે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિશ્વના 80 દેશોમાંથી તમામ યોગ કાર્યક્રમો ઉજવણીનું લાઇવ  પ્રસારણ પણ કરવામાં આવશે. 
Tags :
AzadiKaAmritMahotsavGujaratFirstInternationalYogadayPMOYog
Next Article