Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખાઇમાં પડી, 7ના મોત, 10 ઘાયલ

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ (Kullu)માં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત (Death) થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ દુ:ખ પ્રગટ કર્યું હતું.બસ 500 ફૂટ ખાઇમાં ખાબકીપ્રાપ્ત માહિતી મુજબ કુલ્લુ પાસેના એક  પર્યટન સ્થળ જલોરી જોટની મુલાકાત લેવા ગયેલા 17 લોકોનું જૂથ અકસ્માતનો શિકાર બન્યું હતું. બંજરના ઘાયગીમાં પ્રવાસીઓનો ટેમ્પો ટ્રાવેલર બસ લગભગ 5
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખાઇમાં પડી  7ના મોત  10 ઘાયલ
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ (Kullu)માં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત (Death) થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ દુ:ખ પ્રગટ કર્યું હતું.
બસ 500 ફૂટ ખાઇમાં ખાબકી
પ્રાપ્ત માહિતી મુજબ કુલ્લુ પાસેના એક  પર્યટન સ્થળ જલોરી જોટની મુલાકાત લેવા ગયેલા 17 લોકોનું જૂથ અકસ્માતનો શિકાર બન્યું હતું. બંજરના ઘાયગીમાં પ્રવાસીઓનો ટેમ્પો ટ્રાવેલર બસ લગભગ 500 ફૂટ ખાડીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે 10 ઘાયલ થયા હતા. આ અકસ્માત રવિવારે મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. નેશનલ હાઈવે 305 પર ઘાયગીમાં ભૂતકાળમાં પણ અકસ્માતો થયા છે. 

રસ્તો લપસણો થતાં અકસ્માત
સાંકડા રસ્તા અને વરસાદના કારણે અહીંનો રસ્તો લપસણો બની જાય છે અને તેથી જ અહીં વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ 17 પ્રવાસીઓ  ટેમ્પો ટ્રાવેલર બુક કરીને દિલ્હીના મજનુન ટીલાથી કુલ્લુ આવ્યા હતા.

બ્રેક ના લગતાં બસ ખાઇમાં પડી
રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે, જ્યારે આ પ્રવાસીઓ જાલોરી હોલ્ડિંગથી વળાંક લઈને બંજર પાછા આવી રહ્યા હતા, ત્યારે ઘાયગી વળાંક પાસે અનલોડિંગમાં બ્રેક ન લાગતાં  ટેમ્પો સીધો 500 ફૂટ ખાઈમાં પડી ગયો હતો અને ટેમ્પોના ફુરચાં ઉડી ગયા હતા. ચાર પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકો તત્કાળ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા. 
રાહત અને બચાવ કાર્ય શરુ 
અકસ્માતની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રસ્તામાં ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને બંજાર હોસ્પિટલમાં તેમની સ્થિતિને જોતા કુલ્લુ અને નેરચોકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઘાયલોને રિફર કરવા માટે મનાલી-ચંદીગઢ હાઈવે ખુલ્લો રાખવાનો નિર્દેશ આપ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો હતો.
Advertisement

Tags :
Advertisement

.