Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માં અંબાના જયઘોષ સાથે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શક્તિરથ પાલનપુરથી પ્રસ્થાન

રાજ્ય સરકાર, ગુજરાત (Gujarat) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે ગબબર આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2023 દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જàª
04:37 PM Feb 07, 2023 IST | Vipul Pandya
રાજ્ય સરકાર, ગુજરાત (Gujarat) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે ગબબર આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2023 દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતેથી 7 ફેબ્રુઆરીના રોજ "શક્તિરથ"નું માં અંબાના જયઘોષ સાથે ઉત્સાહભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરશે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે. જે પાંચ શક્તિરથ પૈકીના બે રથને કલેક્ટર આનંદ પટેલે આજે માં અંબાની ધ્વજપતાકા ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે.આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી-2023 દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા, સુરક્ષા, મેડિકલ, સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને ગંગા આરતીની જેમ માં અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં જેમ ભગવાન શિવના ચરણોમાં લીલી પરિક્રમા યોજાય છે એમ માં અંબાના ચરણે પરિક્રમા યોજાય એ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી ધર્મમય માહોલમાં શ્રધ્ધાળુઓ આ મહોત્સવનો લાભ લઇ શકે. અને આગામી વર્ષોમાં જેમ ભાદરવી પૂનમના મેળાની પ્રથા પડી છે અને એમાં લાખો માઇભક્તો સ્વંયમભૂ ઉમટી પડે છે એમ પરિક્રમા મહોત્સવમાં પણ સ્વંયમભૂ લોકો જોડાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી સૌ માઇભક્તોને પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.
આ પણ વાંચો - શિલ્પોત્સવનો આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદ પૂર્ણ,12 વિદેશી મહેમાનોને આપી સાલની ભેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiBanaskanthaGujaratFirstPalanpurShaktipeethParikramaMohotsavShaktirath
Next Article