Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકના ડબલ કરવાની નવી ગેંગ સક્રિય, મહિલાને છેતરવા આવેલી ટોળકીના 5 શખ્સો ઝડપાયા

વડોદરા (Vadodara) જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ડભોઇ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે શિનોર તાલુકાના પુનિયાદ ગામે એક ખેતરમાં એક ના ડબલ રૂપિયા કરી આપી એક ગેગ સક્રિય થઈ લોકોને ભેગા કરી એક મહિલાને ભોગ બનાવી રહેલ છે તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આ સક્રિય થયેલી ગેંગના પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા અને અને કુલ 7.41 લાખનો મુદ્દામલ કબજે કરી શિનોર પોલીસને સોંપી દેવામાં આવ્યો હ
04:48 AM Feb 22, 2023 IST | Vipul Pandya
વડોદરા (Vadodara) જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ડભોઇ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે શિનોર તાલુકાના પુનિયાદ ગામે એક ખેતરમાં એક ના ડબલ રૂપિયા કરી આપી એક ગેગ સક્રિય થઈ લોકોને ભેગા કરી એક મહિલાને ભોગ બનાવી રહેલ છે તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આ સક્રિય થયેલી ગેંગના પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા અને અને કુલ 7.41 લાખનો મુદ્દામલ કબજે કરી શિનોર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. બાતમીને આધારે શિનોર તાલુકાના પુનિયદ ગામે ટેકરાવાળા ખેતરમાં ચીટીંગથી એકના ડબલ કરવાની કહીને  પાંચ ઇસમો અને એક મહિલા ને બોલાવેલ તેવો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ખેતરમાં શંકાસ્પદ હાલતમાં પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
સ્થળ ઉપર થી પાંચ જેટલા ઈસમો ને ઝડપી પાડ્યા
  • ઉસ્માન બચુભાઇ દિવાન રહે.પુનિયાદ
  • રાકેશભાઈ વિજયભાઈ તડવી રહે, તેન તળાવ
  • મકબુલ શાહ અબ્દુલ શાહ દિવાન રહે. ગઢબોળીયાદ
  • ઈરફાન મુસ્તુફા દિવાન રહે.કોઠીયાપુરા
  • કેશરી સિંગ ઉર્ફે અલ્લારખા વાઘેલા રહે.ભોજ તા .પાદરા નાઓનેશ ઝડપી પાડ્યા હતા
ઝડપાઈ ઈસમો પાસેથી મુદ્દામાલ કબજે
ઝડપાયેલ વ્યક્તિઓ પાસેથી સ્ટીલના ચોરસ ડબ્બામાંથી રૂપિયા 4 લાખ તથા મોટરસાયકલ નંગ 3 જેની કિંમત રૂપિયા 65000 કુલ મળી ₹4,91,000 ના મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.આ બાબત ઝડપાયેલ વ્યક્તિઓ ની વઘુ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓની અટકાયત કરવામાં આવી હતી અને સ્થળ ઉપર બોલાવેલ મહિલા રહે લક્ષ્મીપુરા જેવો વડોદરા નાઓને એકના ડબલ કરવાનો વિશ્વાસ આપી બોલાવેલ હતા આ બેન પાસેથી રૂપિયા ₹2,50,000 નો મુદ્દા માલ આમ કુલ રૂપિયા 7, 41,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો છે અને ઝડપાયેલ ઈસમો સામે  સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરી પાંચે ઇસમોને  સીઆરપીસી કલમ 41 (1) ડી મુજબ  કરી તપાસના કાગળ તથા મુદ્દામાં પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - ઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, આઠ ચોરીના ભેદ ઉકેલાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsDabhoiDabhoiPoliceFraudGujaratFirstGujaratiNewsGujaratPoliceShinorPoliceVadodaraVadodaraPolice
Next Article