Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિવરાત્રી બાદ ઠંડીએ શિવ..શિવ બોલીને લીધી વિદાય, આકરી ગરમીનો અનુભવ

કોલ્ડ વેવથી મુક્ત થયેલા ગુજરાતીઓને હવે હિટવેવનો સામનો કરવો પડશેફેબ્રુઆરી માસમાં જ એપ્રિલ જેવી આકરી ગરમીનો અહેસાસશિવરાત્રી બાદ ઠંડીએ શિવ શિવ બોલીને લીધી વિદાયઆગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટ વેવની આગાહીશિયાળામાં કડકડતી ઠંડીનો આનુભવ બાદ હવે રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જ હિટ વેવ (Hit Wave)ની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ગરમી (Heat)નો અહેસાસ થઇ શકે છે. અ
05:54 AM Feb 20, 2023 IST | Vipul Pandya
  • કોલ્ડ વેવથી મુક્ત થયેલા ગુજરાતીઓને હવે હિટવેવનો સામનો કરવો પડશે
  • ફેબ્રુઆરી માસમાં જ એપ્રિલ જેવી આકરી ગરમીનો અહેસાસ
  • શિવરાત્રી બાદ ઠંડીએ શિવ શિવ બોલીને લીધી વિદાય
  • આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટ વેવની આગાહી
શિયાળામાં કડકડતી ઠંડીનો આનુભવ બાદ હવે રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જ હિટ વેવ (Hit Wave)ની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ગરમી (Heat)નો અહેસાસ થઇ શકે છે. અમદાવાદમાં આજે સવારથી જ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે અને તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. 
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે
રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ અને દક્ષિણના પવનના કારણે રાજ્યમાં  ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં લોકોને આકરી ગરમીનો અનુંભવ થઇ શકે છે. આમ તો રાજ્યમાં એપ્રિલ મહિનાથી આકરી ગરમીનો અનુભવ થાય છે પણ આ વખતે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે.  રવિવારે અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું.
હિટ વેવની આગાહી 
આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર મધ્યગુજરાતમાં પણ ગરમીનો પારો ઉંચો રહી શકે છે. અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી માસમાં ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 
 શિવરાત્રી બાદ તુરત જ ગરમીનો અહેસાસ થતાં ઠંડીએ જાણે કે શિવ શિવ બોલીને વિદાય લઇ લીધી
આપણે ત્યાં માન્યતા છે કે મહાશિવરાત્રી બાદ ઠંડી શિવ ..શિવ કરીને વિદાય લઇ લે છે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગે છે. હોળી-ધૂળેટી બાદ આકરી ગરમીનો અહેસાસ થાય છે પણ આ વખતે તો શિવરાત્રી બાદ તુરત જ ગરમીનો અહેસાસ થતાં ઠંડીએ જાણે કે શિવ શિવ બોલીને વિદાય લઇ લીધી છે. 
આ પણ વાંચો---ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સૌથી વધુ આવક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
forecastforecastinthestateofgujaratGujaratGujaratFirstheatheat2023HitWavesummer2023
Next Article