Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SMCના દરોડામાં પકડાયેલા 33 આરોપી જેલહવાલે, મોટા મગરમચ્છો કયારે પકડાશે ?

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ધમધમતી પથ્થરની ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલાં દરોડા બાદ હવે મામલો સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યો છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવ્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે, જ્યારે પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત ખાણો પર આટલી મોટી કાર્યવાહી થઈ છે ત્યારે તેમાં ખરેખર કેટલી રકમની ખનીજચોરી થઈ તેનો ચોક્કસ આંકડો બહાર લાવવા મ
smcના દરોડામાં પકડાયેલા 33 આરોપી જેલહવાલે  મોટા મગરમચ્છો કયારે પકડાશે
પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ધમધમતી પથ્થરની ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલાં દરોડા બાદ હવે મામલો સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યો છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવ્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે, જ્યારે પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત ખાણો પર આટલી મોટી કાર્યવાહી થઈ છે ત્યારે તેમાં ખરેખર કેટલી રકમની ખનીજચોરી થઈ તેનો ચોક્કસ આંકડો બહાર લાવવા માટે ખાણ-ખનીજ ખાતું તટસ્થાપૂર્વક કામગીરી કરશે કે પછી  તપાસનું ફીંડલું વાળી દેવામાં આવશે? તેવો સવાલ જનતામાંથી પૂછાઈ રહ્યો છે.
પોરબંદરના કુછડી વિસ્તારમાં પથ્થરની ગેરકાયદે ખાણો પર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલા દરોડા બાદ હવે આ મામલો સ્થાનિક પોલીસ પાસે તપાસ માટે પહોંચ્યો છે. પોરબંદર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા આ કેસની તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ પરમારને સોંપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ૩૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કિર્તીમંદિરના પી આઇ  વિજયસિંહ જણાવ્યુ હતુ કે, આરોપીઓને કાર્ટમાં રજૂ કરવમાં આવ્યા હતા.ત્યારબાદ તમામ આરોપીઓને હાલ જેલહવાલે કરવમાં આવ્યા છે.
હજુ પણ 19 શખ્સો ફરાર
પરંતુ સવાલ એ છે, હજુ પણ 19 શખ્સો ફરાર છે, જેમાં કુછડીના સરપંચનું નામ પણ સામેલ છે. આ ઈસમોને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. બીજી તરફ આ મામલે ખાણ-ખનીજ ખાતાએ પણ કેટલી રકમની ખનીજચોરી થઈ તે અંગેની તપાસમાં ઝૂકાવ્યું છે. ખાણ-ખનીજ ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ કુલ 15 ખાણોમાં ખનીજચોરીની ફરિયાદ દાખલ થઈ છે. 
મોટાં મગરમચ્છોને પકડી લેવામાં આવે તો આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કાયમી ધોરણે બંધ થઈ શકે !  
પોરબંદર જિલ્લામાં પ્રકૃતિનું નિકંદન કાઢતી આવી ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવામાં સ્થાનિક તંત્ર આંખ મિચામણાં કરી રહ્યું હોવાના અહેવાલ છેક ગાંધીનગર સુધી પહોંચતાં આખરે બે દિવસ પહેલાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ એક્શનમાં આવી હતી, અને પોરબંદરમાં ખનીજચોરો માટે સ્વર્ગ સમાન એવા કુછડી વિસ્તારમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ૧૫ જેટલી ખાણો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ૧૧ ટે્રક્ટર, ચાર ટ્રક, એક જેસીબી અને પથ્થર કાપવાના ૪૦ મશીન મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 33 જેટલાં શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.નોંધનીય છે કે, મોટાભાગે આવી કાર્યવાહીમાં પકડાતાં લોકો ખાણમાં કામ કરતાં શ્રમિકો જ હોય છે અને તેમને ખ્યાલ પણ નથી હોતો કે, તેઓ જ્યાં કામ કરી રહ્યા છે તે સ્થળ ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો છે. પરંતુ આવી કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધારો લગભગ પોલીસ કે તંત્રની પકડમાં આવતા જ નથી છે.? તેવા પણ અનેક વખત આક્ષેપો થાય છે ત્યારે ખરેખર તો આવા મોટાં મગરમચ્છોને પકડી લેવામાં આવે તો આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કાયમી ધોરણે બંધ થઈ શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.