Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

30 મિનિટ, 3 મેસેજ અને રૂપિયા 37 લાખની રકમ એકાઉન્ટમાંથી થઇ ગઇ ટ્રાન્સફર

કોઈને ઓટીપી શેર કર્યા બાદ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સા તો આપણે સાંભળ્યા છે.પરંતુ મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંક ને ખોલ્યા વિના જ એક બિલ્ડર ના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે.એક જ દિવસમાં દસ મિનિટમાં અંતરલમાં સી સી એકાઉન્ટમાંથી 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે.આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈà
10:52 AM Jan 02, 2023 IST | Vipul Pandya
કોઈને ઓટીપી શેર કર્યા બાદ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સા તો આપણે સાંભળ્યા છે.પરંતુ મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંક ને ખોલ્યા વિના જ એક બિલ્ડર ના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે.એક જ દિવસમાં દસ મિનિટમાં અંતરલમાં સી સી એકાઉન્ટમાંથી 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે.આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.અને બિલ્ડર ની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી. દીધી છે.જો કે આટલી. મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ પોલીસ પાસે નથી.
ગઠિયાઓએ એક જ દિવસમાં રૂપિયા 37 લાખ એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા 
 મહેસાણાના દુષ્યંત ઉમેદભાઈ પટેલ મહેસાણાના રાધનપુર રોડ ઉપર સાકેત બીજનેશ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશન કંપની નામની ઓફિસ ધરાવે છે.અને ધંધાકીય કામકાજ માટે મહેસાણા સ્થિત આઈ સી આઈ સી આઈ બેંકમાં દુષ્યંતભાઈએ સીસી એકાઉન્ટ ખોલાવ્યું છે.દુષ્યંતભાઈ વ્યવસાયે બિલ્ડર છે અને તેઓ વ્યવસાયે બિલ્ડર હોવાને કારણે પોતાના એકાઉન્ટ ની વિગત ખૂબ જ ખાનગી રહે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખતા આવ્યા છે.આમ છતાં દુષ્યંતભાઈ ના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં 37 લાખ રૂપિયા જેટલી રકમ ICICI અન્ય બે બેંક ખાતામાં ટ્રાન્સફર થઇ જતા તેઓ અજીબો ગરીબ ઠગાઈનો ભોગ બન્યા છે.પોતાના એકાઉન્ટમાંથી તબક્કાવાર મોટી રકમ નો ઉપાડ શરૂ થતાં ચોકી ઉઠેલા દુષ્યંતભાઈ બેંકમાં દોડી જતા વધુ રકમ ટ્રાન્સફર થતા તો બચી ગઈ છે.પણ આ 37 લાખ કેવી રીતે બીજા ખાતાઓમાં પહોંચી ગયા તેનો જવાબ નથી તો બેન્ક પાસે કે નથી પોલીસ પાસે
માત્ર 30 મિનિટમાં થઇ ગયો ખેલ 
મહેસાણા ICICI બેંક માં દુષ્યંતભાઈ એકાઉન્ટ નંબર ૦૨૫૭૦૫૦૦૬૦૦૪  થી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે.અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે.પરંતુ ગત તારોખ  21 ડિસેમ્બરના રોજ પહેલા બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ તેમના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. જે જોઇને દુષ્યંતભાઇ ચોંકી ઉઠયા હતા. બાદમાં બીજી જ મિનિટે બીજા 10 લાખ રૂપિયા ઉપાડાયા હોવાનો મેસેજ આવ્યો. આટલે થી ન અટકતા 3 વાગ્યેને 49 મિનિટે રૂપિયા 17 લાખની રકમ ઉપાડાઇ હોવાનો તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો . ICICI બેંકમાં તપાસ કરતાં ફ્રોડ થયાનુ જણાઇ આવ્યુ હતું. ICICI બેંક એકાઉન્ટ નંબર-૦૨૫૭૦૫૦૦૬૦૦૪ માંથી સંમતી કે જાણ બહાર અલગ અલગ કુલ ત્રણ ટ્રાન્જેકશન દ્રારા કુલ રૂપીયા ૩૭,૦૦,૦૦૦/-નું ફ્રોડ થઈ જતા તપાસને અંતે  ખાતામાં થી કપાયેલ પૈસા ICICI બેંક્ના ખાતા નંબર ૧૬૧૨૦૫૫૦૧૦૫૧ તથા ૦૯૨૮૦૫૦૦૧૮૭૦ માં ટ્રાન્સફર થયેલાનું સામે આવ્યું હતું. અને આ ત્રણેય ટ્રાન્જેક્શન માટે ફરીના બેંક રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર કોઇપણ પ્રકારના ઓ.ટી.પી. કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક પણ આવેલ ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.
ખાતામાંથી પૈસા ઉપડી બે એકાઉન્ટમાં ફ્રોડ રીતે નાણા ટ્રાન્સફર થઇ જતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે. કોઈ અજાણ્યા ઇસમોએ ઉપરોક્ત બંન્ને ખાતાધારકોના મેળાપીપણામાં રહી ફરીના બેંક એકાઉન્ટમાંથી નાણાકીય છેતરપીંડી કરી હોવાનું હાલ પોલીસ માની રહી છે.જો કે આ ઠગાઈ કેવી રીતે થઈ તે તો તપાસ બાદ જ જાણી શકાશે
આ પણ વાંચો ઃ અમદાવાદમાં ફરી લાગી મોતની આગ, એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accoutCybercrimefroadGujaratFirstICICIBankmessagetransferred
Next Article