Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં બ્લાસ્ટથી ફરી હડકંપ, ભયંકર વિસ્ફોટ થતા 3ના મોત, 29 ઈજાગ્રસ્ત

આતંકવાદીઓને મદદ કરનાર અને સાચવનાર દેશ એટલે પાકિસ્તાન. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં જ આતંકીવાદી હુમલાઓનું પ્રમાણ ધરખમ વધુ ગયું છે. તમને પણ દર બે દિવસે સમાચાર મળતા જ હશે કે પાકિસ્તાનમાં ફરી બ્લાસ્ટ થયો. શાળા હોય કે મસ્જિદ, બાળક હોય કે વૃદ્ધ આ આતંકોને કંઈ જ ફરક પડતો નથી. હાલમાં જ ફરી એક વખત પાકિસ્તાનમાં ભયંકર વિસ્ફોટ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાકિસ્તાનના અશાંત
પાકિસ્તાનમાં બ્લાસ્ટથી ફરી હડકંપ  ભયંકર વિસ્ફોટ
થતા 3ના મોત  29 ઈજાગ્રસ્ત

આતંકવાદીઓને મદદ કરનાર અને સાચવનાર દેશ એટલે પાકિસ્તાન.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં જ આતંકીવાદી હુમલાઓનું પ્રમાણ ધરખમ વધુ
ગયું છે. તમને પણ દર બે દિવસે સમાચાર મળતા જ હશે કે પાકિસ્તાનમાં ફરી બ્લાસ્ટ થયો.
શાળા હોય કે મસ્જિદ, બાળક હોય કે વૃદ્ધ આ આતંકોને કંઈ જ ફરક પડતો નથી. હાલમાં જ
ફરી એક વખત પાકિસ્તાનમાં ભયંકર વિસ્ફોટ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં
મંગળવારે એક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ
30 લોકો ઘાયલ થયા છે.

Advertisement


મળતી માહિતી અનુસાર સિબીની જિલ્લા હોસ્પિટલના મેડિકલ
સુપરિન્ટેન્ડેન્ટે પુષ્ટિ કરી છે કે સિબી જિલ્લાના થાંડી રોડ પાસે વિસ્ફોટ બાદ
ત્રણ મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે
29 ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અત્યાર
સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા
બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસક ઘટનાઓ બની રહી છે. બલૂચ વિદ્રોહી જૂથોએ અગાઉ આ
ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (
CPEC) પ્રોજેક્ટ અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા
છે.

Advertisement


બલૂચિસ્તાનના મુખ્યપ્રધાન મીર અબ્દુલ કુદ્દુસ બિજેન્જોએ હુમલાની સખત
નિંદા કરી અને અધિકારીઓને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ
પ્રદાન કરવા નિર્દેશ આપ્યો.
તમને જણાવી દઈએ કે 4 માર્ચે પણ પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કરવામાં
આવ્યો હતો. જેમાં
57 લોકોના મોત થયા હતા અને લગભગ 200
લોકો ઘાયલ થયા હતા. આ પહેલા 3 માર્ચે પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક પોલીસ
અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે
24 લોકો ઘાયલ થયા હતા.

Advertisement

 

Tags :
Advertisement

.