Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MD ડ્રગ્સ સાથે 1 મહિલા સહિત 3 ઝડપાયા, માનકુવા પોલીસે ગુન્હો નોંધ્યો

ભુજ-માંડવી હાઇવે રોડ પર ખત્રી તળાવની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી એક મહિલા સહિત કુલ 3ને MD ડ્રગ્સ સામે પોલીસે ઝડપી લઈ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.NDPS એક્ટ હેઠળ કાર્યવાહીભુજ-માંડવી હાઇવે રોડ પર ખત્રી તળાવની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી ભુરૂભા ખેતુભા સોઢા, લીલાવતીબેન ઉર્ફે લીલાબા વિજય પ્રાગજી ચૌહાણ અને શેરૂભા ઉર્ફે વિપુલસિà
md ડ્રગ્સ સાથે 1 મહિલા સહિત 3 ઝડપાયા  માનકુવા પોલીસે ગુન્હો નોંધ્યો
ભુજ-માંડવી હાઇવે રોડ પર ખત્રી તળાવની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી એક મહિલા સહિત કુલ 3ને MD ડ્રગ્સ સામે પોલીસે ઝડપી લઈ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
ભુજ-માંડવી હાઇવે રોડ પર ખત્રી તળાવની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી ભુરૂભા ખેતુભા સોઢા, લીલાવતીબેન ઉર્ફે લીલાબા વિજય પ્રાગજી ચૌહાણ અને શેરૂભા ઉર્ફે વિપુલસિંહ વિજયસિંહ ચૌહાણ (તમામ રહે. ભુજ)ને હસ્તગત કરી તેઓના કબ્જામાંથી રૂ. 7 લાખ 79 હજારના 77.9 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) નાર્કોટિકસ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી પકડાયેલા ઇસમો વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
8.53 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો
પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 7 લાખ 79 હજાર કિંમતના 77.9 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.)ડ્રગ્સ. રૂ. 13 હજારના 3 મોબાઈલ ફોન, રૂ. 1220 રોકડા અને રૂ. 60 હજારની 2 મોટર સાયકલ મળી એમ કુલ રૂ.8 લાખ 53 હજાર 220-નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.