Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોજ 3 કલાક મેકઅપ,નવાઝનો નવો અવતાર, નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું- છોકરી બનવું મુશ્કેલ છે

નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મ બોનમાં એક છોકરીના અવતારમાં જોવા મળશે, હાલમાં તો તેનો ફિમેલ ગેટઅપ હેડલાઇન્સ બનાવી રહ્યો છે. પોતાના લૂક વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું- જો હું સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યો છું તો મારે સ્ત્રીની જેમ જ વિચારવું પડશે અને એક્ટર તરીકે આ મારી પરીક્ષા છે. દરેક પાત્રને સંપૂર્ણ સત્યતાથી ભજવે છેનવાઝુદ્દીન સિદ્દીકી એવો જ એક અભિનેતા છે જે સંપૂર્ણપણે પોતાન
રોજ 3 કલાક મેકઅપ નવાઝનો નવો અવતાર  નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું  છોકરી બનવું મુશ્કેલ છે
નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મ બોનમાં એક છોકરીના અવતારમાં જોવા મળશે, હાલમાં તો તેનો ફિમેલ ગેટઅપ હેડલાઇન્સ બનાવી રહ્યો છે. પોતાના લૂક વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું- જો હું સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યો છું તો મારે સ્ત્રીની જેમ જ વિચારવું પડશે અને એક્ટર તરીકે આ મારી પરીક્ષા છે. 
દરેક પાત્રને સંપૂર્ણ સત્યતાથી ભજવે છે
નવાઝુદ્દીન સિદ્દીકી એવો જ એક અભિનેતા છે જે સંપૂર્ણપણે પોતાના પાત્રમાં ઢળી જાય છે. નવાઝુદ્દીનની આ સ્ટાઇલ તેના ચાહકોના દિલને સ્પર્શી જાય છે. તેઓ તેમના દરેક પાત્રને સંપૂર્ણ સત્યતાથી ભજવીને સ્ક્રીન પર જીવંત કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી હવે તેની આગામી ફિલ્મ બોનમાં એક છોકરીના અવતારમાં જોવા મળશે, તેનો ફિમેલ ગેટઅપ હેડલાઇન્સમાં છે. 
ફિલ્મમાં છોકરી બનવા પર નવાઝુદ્દીન સિદ્દીકીએ શું કહ્યું?
નવાઝુદ્દીન સિદ્દીકીના ફીમેલ લુકની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે. મીડિયા સાથે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના રોલ વિશે કેટલીક ખાસ વાતો શેર કરી છે. નવાઝુદ્દીને કહ્યું- અમે બોન ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ એક બદલો લેવાવાળી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં મારા બે પાત્રો હશે. બોન ફિલ્મમાં હું એક મહિલા અને ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળીશ. આ અલગ-અલગ વાત છે, એટલે કે ફિલ્મમાં મારો ડબલ રોલ છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું- ફિલ્મના નિર્દેશક અક્ષત અજય શર્મા કરી રહ્યાં છે. જે છેલ્લા 4 વર્ષથી આ ફિલ્મ બનાવવા માંગતા હતા. હું તેમને ઘણા સમયથી ઓળખું છું અને હવે અમે ફિલ્મ કરી રહ્યા છીએ.
અર્ચના પુરણ સિંહ સાથે સરખામણી પર નવાઝુદ્દીને શું કહ્યું?
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ નવાઝુદ્દીનના ફીમેલ લુકની તુલના અર્ચના પુરણ સિંહ સાથે કરી છે. આ અંગે વાત કરતા નવાઝુદ્દીને કહ્યું કે તેણે પોતાના લુક માટે કોઈની પાસેથી પ્રેરણા લીધી નથી. અભિનેતાએ કહ્યું- જો હું સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યો છું તો મારે સ્ત્રીની જેમ જ વિચારવું પડશે અને એક અભિનેતા તરીકે આ મારી કસોટી છે. 

મારું કામ પાત્રની અંદર ઉતરવાનું છે
ડ્રેસીંગ, વાળ, મેકઅપ, બધું સારું છે. નવાઝુદ્દીને આગળ કહ્યું- આ બધા જોવા માટે એક્સપર્ટ છે અને તેઓ તેમનું કામ જાણે છે. તે બધી બાહ્ય વસ્તુઓ છે, તેનું ધ્યાન રાખવું પડશે. મારું કામ પાત્રની અંદર ઉતરવાનું છે. સ્ત્રીઓ શું અને કેવી રીતે વિચારે છે? તેમને શું જોઈએ છે? અભિનેતાનું કામ તેના પાત્રના મગજમાં પ્રવેશવાનું છે. સ્ત્રીની જીવનને જોવાની રીત ખૂબ જ અલગ હોય છે અને મારા માટે આ સૌથી મુશ્કેલ બાબત છે. વિશ્વને સ્ત્રીના દૃષ્ટિકોણથી જોવું પડશે. ફિલ્મ માત્ર કોસ્ચ્યુમ અને હાવભાવ વિશે નથી.  આ પ્રક્રિયા ખૂબ ઊંડી છે.
નવાઝુદ્દીનને છોકરીનો ગેટઅપ કરવામાં કેટલો સમય લાગે છે?
નવાઝુદ્દીન તેના સ્ત્રી પાત્રનો ગેટઅપ મેળવવા માટે દિવસમાં લગભગ ત્રણ કલાક લે છે. તેના પર અભિનેતાએ કહ્યું- જ્યારે મારી પુત્રીએ મને છોકરીના લુકમાં જોયો તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. પરંતુ હવે તે જાણે છે કે તે માત્ર રોલ માટે જ છે. તેથી તે હવે ઠીક છે. આ અનુભવ પછી, હું ચોક્કસપણે કહીશ કે મને તે બધી અભિનેત્રીઓ માટે ખૂબ આદર છે જે રોજબરોજ આ બધું કરે છે. આ બહુ અધરું છે. વાળ, મેકઅપ, કપડાં, નખ સંપૂર્ણ એકસરખા  રાખવા પડે છે. હવે મને સમજાયું કે એક એક્ટર કરતાં અભિનેત્રીને તેની વેનિટી વેનમાંથી બહાર નીકળવામાં વધુ સમય કેમ લાગે છે.
 બોન ક્યારે રિલિઝ થશે?
બોનનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં રિલીઝ થશે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ બોનનું નિર્દેશન અક્ષત અજય શર્મા કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.