Ahmedabad: Harshad Bhojak ના 3 દિવસના રિમાન્ડ મંજૂર
East Zone AMC, ACB , Assistant TDO, Ahmedabad Municipality, Bribery, Suspended, Court Remand, Gujarat, Harshad Bhojak, Ahmedabad
Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા Harshad Bhojak ના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદાવાદના આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની સામે આવેલા રત્ના બિઝનેસ સ્કવેર ખાતે ગઈકાલે ACB ની ટીમે દરોડા પાડીને AMC પૂર્વ ઝોનનાં ( આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) અને આશિષ પટેલને રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. આ કેસમાં લાંચિયા હર્ષદ ભોજકનાં પ્રગતિનગર ખાતેનાં નિવાસસ્થાને મોડી રાતે ACB ના અધિકારીઓની 7 કલાક સુધી તપાસ ચાલી હતી. દરમિયાન, જરૂરી દસ્તાવેજ, 73 લાખ રૂપિયાની રોકડ અને સાડા 4 લાખ રૂપિયાનું સોનું સહિત હર્ષદ ભોજકનાં ઘરેથી કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લાંચિયા હર્ષદ ભોજકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.