Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં 3 દિવસ વંટોળિયો ફૂંકાવાની આગાહી, 29 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 3 દિવસ વંટોળિયું ફૂંકાવાની સંભાવના છે. જેના કારણે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 3 દિવસ સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેથી ગરમીથી લોકોને રાહત મળવાની સંભાવના છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ખૂબ જ વધારે છે. વળી અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીમાં હજુ પàª
રાજ્યમાં 3 દિવસ વંટોળિયો ફૂંકાવાની આગાહી  29 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 3 દિવસ વંટોળિયું ફૂંકાવાની સંભાવના છે. જેના કારણે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 3 દિવસ સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેથી ગરમીથી લોકોને રાહત મળવાની સંભાવના છે. 
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ખૂબ જ વધારે છે. વળી અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગઈકાલે (બુધવાર) અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે 29 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વળી દરિયાકાંઠે 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેની પણ સંભાવના છે. 
મહત્વનું છે કે, રાજ્યમાં થોડા દિવસોથી લોકોને ગરમીમાંથી મહદ અંશે રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 
એવું નથી કે, માત્ર ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો છે કે પડવાની સંભાવના છે. પરંતુ ગુજરાત સહિત દેશમાં ઘણાં સ્થળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન વરસાદના ભાગરૂપે રાજકોટ, ચોટીલા, દમણ સહિત વિસ્તારોથી પ્રારંભ થયો છે. આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ સહિત વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 
હવામાન વિભાગે આગામી અઠવાડિયાના મધ્ય સુધી કેરળમાં ચોમાસું શરુ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ બનતી જોવા મળી રહી છે. જેનો અર્થ છે કે ગુજરાતના લોકોને ગરમીથી જલ્દી જ રાહત મળી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.