Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના સિંધુભવન રોડ પર ડ્રગ્સ વેચતાં 3 ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોને ડ્રગ્સ સહિત 9 લાખ 87 ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ગુજરાતમાં ડ્રગ્સ નું દુષણ વધી રહ્યું છે અને તેમાં પણ હવે અમદાવાદમાં ડ્રગ્સ નું સેવન અને વેચાણ વધી રહ્યું છે... અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ,મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિ સિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી કà«
01:12 PM Apr 30, 2022 IST | Vipul Pandya
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોને ડ્રગ્સ સહિત 9 લાખ 87 ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. 

ગુજરાતમાં ડ્રગ્સ નું દુષણ વધી રહ્યું છે અને તેમાં પણ હવે અમદાવાદમાં ડ્રગ્સ નું સેવન અને વેચાણ વધી રહ્યું છે... અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ,મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિ સિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબ થી ધરપકડ કરી છે.ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સ નું વેચાણ કરતા હતા.આરોપી પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9 લાખ 87 હજાર નો મુદામાલ જપ્ત કર્યો છે...

આ ત્રણે ડ્રગ્સ પેડલરો  એક ગ્રામ એમ ડી 1500 થી 1700 ના ભાવથી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા. ખાસ કરીને એસ જી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતા હતા. ડ્રગ્સનું સાંજના સમયથી  મોડી  રાત સુધી એક ગ્રામ ની પડીકી બનાવીને  વેચાણ કરતા હતા.આરોપી પાસેથી એક વજન કાંટો પણ મળી આવ્યો છે.જ્યારે તે સીટી બેઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતા પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે  1 ગ્રામ ની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા.
આરોપીઓ પોલીસની પકડ માં ના આવે તેના માટે કારની સીટ નીચે છુપાવી ને ડ્રગ્સ રાખતા હતા. કાફે પર  આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને કાર અને બુલેટ મારફતે જ ડ્રગ્સ નું વેચાણ કરતા હતા.તપાસ માં આ બંને કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટા ગ્રુપ પણ મળી આવ્યું છે. તેનો ઉપયોગ ડ્રગ્સ બાબતે વાતચીત માટે થતો હતો કે કેમ તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

Tags :
AhmedabadCrimeBranchdrugsGujaratFirstpoliceSindhuBhavanRoad
Next Article