Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબીમાં ફેક્ટરીના કેશિયર પાસેથી 29 લાખની લૂંટ

મોરબીના જૂની પીપળી રોડ ઉપર ફેકટરીના કેશિયર પાસેથી 29 લાખની લૂંટકેશિયર 29 લાખ રોકડા લઈને જતા હતા ત્યારે કારમા આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી મોરબી (Morbi) તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે (Police) ગુન્હો નોંધી તપાસ શàª
02:29 AM Dec 16, 2022 IST | Vipul Pandya
  • મોરબીના જૂની પીપળી રોડ ઉપર ફેકટરીના કેશિયર પાસેથી 29 લાખની લૂંટ
  • કેશિયર 29 લાખ રોકડા લઈને જતા હતા ત્યારે કારમા આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી
 
મોરબી (Morbi) તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે (Police) ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

કારે  ઠોકર મારી નીચે પછાડી દીધા
આ ચકચારી લૂંટના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામના રહેવાસી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે તેઓ ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા.

29 લાખની લૂંટ
અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી જતા ઘટનાની જાણ થતાં તુરત જ મોરબી તાલુકા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચારે તરફ જિલ્લામાં નાકા બંધી કરી ચંદ્રેશભાઈની ફરિયાદને આધારે રૂ.29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- લોકગાયક દેવયત ખવડ પર શિકંજો કસવા પોલીસે કર્યું આ મહત્વનું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CrimeGujaratFirstmorbipoliceRobbery
Next Article