Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશના વીજનિયમન પંચના 28 ચેરમેનો અને સદસ્યઓ એ મોઢેરાની મુલાકાત લીધી

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દેશના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેનશ્રીઓ અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી તેમજ મોઢેરા સૂર્યમંદિર નો લાઇટ શો જોઈને પ્રભાવિત થયા હતા.લેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની રચના થયેલ છે. દેશના તમામ રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓàª
દેશના વીજનિયમન પંચના 28  ચેરમેનો અને સદસ્યઓ એ મોઢેરાની મુલાકાત લીધી
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દેશના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેનશ્રીઓ અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી તેમજ મોઢેરા સૂર્યમંદિર નો લાઇટ શો જોઈને પ્રભાવિત થયા હતા.લેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની રચના થયેલ છે. દેશના તમામ રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ આ સાથે સોલાર પ્લાન્ટ ઉત્પાદક અને સંગ્રહ પ્રોજેક્ટની વિગતો પણ જાણી હતી તેમજ દેશનું સમગ્ર સોલર ઉર્જા થી સંચાલિત મોઢેરા ગામની વીજ વિતરણ અને ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી.
કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી
સમગ્ર દેશમાં વીજળી વિતરણને લગતા એક સમાન વિનિયમોનું પાલન થાય તે માટે અને વિદ્યુત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ અંગેનું કામ કરતા આ ફોરમની મીટીંગ ગાંધીનગર ખાતે યોજાયેલી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરીકલ્પના મુજબ જ સ્થપાયેલા મોઢેરા સોલાર પાર્ક મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુર સોલાર ઉત્પાદક અને સંગ્રાહક પ્રોજેક્ટની વિગતો જાણીને આયોગના ચેરમેનો તેમજ સદસ્ય પ્રભાવિત થયા હતા. 
 UGVCL અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
આ મુલાકાતમાં ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ અનિલ મુકીમ, સદસ્ય મેહુલભાઈ ગાંધી અને એસ .આર.પાંડે તેમજ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની મીટીંગના ચેરપર્સન તેવા ત્રિપુરા વીજ નિયમન પંચના અધ્યક્ષ ડી રાધાકૃષ્ણન, કલેક્ટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, જીપીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ગુજરાત વીજ નિયમન પંચના સંયુક્ત નિયામક સંજયભાઈ અનડા, કડી પ્રાંત અધિકારી પ્રિતેશ દવે તેમજ બેચરાજી મામલતદાર જે.વી.પાંડવ અને ફોર્મ ઓફ રેગ્યુલેટરસ રાજ્યોના ચેરપર્સન તેમજ યુજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ અરવિંદભાઈ પટેલ, UGVCL ના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતી મહાનુભાવોને ચાર ગાઈડ દ્વારા મોઢેરા સૂર્યમંદિરની વિગતો પૂરી પાડવામાં આવી હતી આ વિગતો જાણીને સૌ પ્રભાવિત થયા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.