Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરમાં દશામાંની મુર્તિના વિસર્જન સમયે અમરાવતી નદીમાં 2 યુવાનોના ડૂબી જતાં મોત

આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન હતું. પરંતુ આનંદનો આ દિવસ ક્યાંક દુખમાં પરિવર્તન પામ્યો હતો. કારણ કે, રાજ્યમાં વિવિધ જિલ્લામાં દશામાની મૂર્તિના વિસર્જનમાં 6ના મોત નિપજ્યા છે.અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ એક પરિવારના ત્રણ સભ્યો પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખ્વાજા ચોકડà«
અંકલેશ્વરમાં દશામાંની મુર્તિના વિસર્જન સમયે અમરાવતી નદીમાં 2 યુવાનોના ડૂબી જતાં મોત
આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન હતું. પરંતુ આનંદનો આ દિવસ ક્યાંક દુખમાં પરિવર્તન પામ્યો હતો. કારણ કે, રાજ્યમાં વિવિધ જિલ્લામાં દશામાની મૂર્તિના વિસર્જનમાં 6ના મોત નિપજ્યા છે.
અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ એક પરિવારના ત્રણ સભ્યો પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખ્વાજા ચોકડી પાસે રહેતો પરપ્રાંતીય પરિવાર આજરોજ વહેલી સવારે દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી નદી પર ગયો હતો. 
અમરાવતી નદીમાં માતાજીની મૂર્તિની વિસર્જન પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન સુરજ સંજય શર્મા અને રવિદાસ સહિત ત્રણ યુવાનો મૂર્તિનું વિસર્જન કરતા જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. જેઓને જોઈ પરિવારની મહિલાઓએ બુમરાણ મચાવતા સામાજિક કાર્યકર હિતેશ વસાવા ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ એક યુવાનને ડૂબતા બચાવી લીધી હતો જ્યારે અન્ય બે યુવાનનો લાપત્તા બન્યા હતા.
તેઓએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરતા પ્રથમ રવિદાસનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે સૂરજ શર્મા લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આખરે 2 કલાક બાદ તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.