Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2 વર્ષની મહેનત, 2 લાખ તસવીરો, જુઓ ચંદ્રનો અત્યાર સુધીનો સૌથી સાફ ફોટો

ચંદ્રમાંની સૌથી વિસ્તૃત તસવીર સામે આવી છે. સ્પેસ ફોટોગ્રાફી કરનારા એન્ડ્ર્યુ મેક્કાર્થી (Andrew McCarthy) અને પ્લેનેટરી સાઈન્ટીસ્ટ કોર્નર મૈથર્ને (Connor Matherne) એકસાથે કામ કરીને 2 વર્ષની મહેનત અને લગભગ 2 લાખ ફોટો ફ્રેમ્સનું પરિણામ છે આ તસ્વીર છે.ચંદ્રમાં (Moon) દુરથી સફેદ દેખાય છે પરંતુ આ 174 મેગાપિક્સલની તસવીરમાં ચંદ્રમામાં થોડો લાલ રંગ, ગનમેટલ બ્લૂ રંગ પણ દેખાઈ રહ્યો છે. મેક્કાર્થીએ જણાવ્યું કે, આ લà
2 વર્ષની મહેનત  2 લાખ તસવીરો  જુઓ ચંદ્રનો અત્યાર સુધીનો સૌથી સાફ ફોટો
ચંદ્રમાંની સૌથી વિસ્તૃત તસવીર સામે આવી છે. સ્પેસ ફોટોગ્રાફી કરનારા એન્ડ્ર્યુ મેક્કાર્થી (Andrew McCarthy) અને પ્લેનેટરી સાઈન્ટીસ્ટ કોર્નર મૈથર્ને (Connor Matherne) એકસાથે કામ કરીને 2 વર્ષની મહેનત અને લગભગ 2 લાખ ફોટો ફ્રેમ્સનું પરિણામ છે આ તસ્વીર છે.
ચંદ્રમાં (Moon) દુરથી સફેદ દેખાય છે પરંતુ આ 174 મેગાપિક્સલની તસવીરમાં ચંદ્રમામાં થોડો લાલ રંગ, ગનમેટલ બ્લૂ રંગ પણ દેખાઈ રહ્યો છે. મેક્કાર્થીએ જણાવ્યું કે, આ લાલ રંગ આર્યન અને ફેલ્ડરસ્પાર, પૃથ્વી પરના ઓક્સિજનના કણોના ઓક્સિડાઈઝેશન એટલે કે લોખંડમાં કાટ લાગ્યો હોય તેવો રંગ દેખાય છે. જ્યારે વાદળી રંગનો જે ભાગ છે ત્યાં મોટી માત્રામાં ટાઈટેનિયમ છે. તમને એમ લાગી રહ્યું હોય કે આ ચંદ્રનો અસલી રંગ નથી તો તમે ભૂલ કરો છો, ચંદ્રનો અસલી રંગ આ જ છે પરંતુ આપણી આંખો તેના રંગો જોવા માટે સક્ષમ નથી.
મેક્કાર્થઈએ એરિજોના અમેરીકાથી ચંદ્રમાંની 2,00,000થી વધારે તસવીરો લીધી, મેર્થને લુઈઝઇયાનાખી ચંદ્રમાની લગભગ 500 તસવીરો લીધી. બંન્નેને મેળવીને 9મહિના સુધી તસવીરોનું એકસાથે એડિટિંગ પર કામ કર્યું અને તેનું આ પરિણામ છે. મેક્કાર્થી ડિટેઈલ તસવીરો લેવામાં નિપૂર્ણ છે અને તેમણે ચંદ્રમાને પણ ડિટેઈલથી દર્શાવવાનો પ્રયાસ કર્યો. આ તસવીર લેવા માટે બંન્નેએ એક કેમેરો, ટ્રાઈપોડ અને સ્ટાર ટ્રેકરની મદદ લીધી હતી.
બંન્નેની આ તસવીરોને સ્પષ્ટ ફોટોનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. તેમણે આ તસવીરને 'ધ હન્ટ ફોર અર્ટેમિસ' (The Hunt For Artemis) નામ આપ્યું છે. આ તસવીર તૈયાર કરવામાં એન્ડ્ર્યૂએ ફોટો ડિટેઈલ્સ પર કામ કર્યું જ્યારે કોનરે તેના કલર ડેટા પર કામ કર્યું. કોનર અંતરિક્ષ ફોટોગ્રાફીના એક્સપર્ટ છે અને તેમને અંતરિક્ષના રંગોનું સારું એવું જ્ઞાન છે. પ્રથમ દ્રષ્ટિઓ જોતા આ તસવીર જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાં (James Webb Space Telescope) લેવામાં આવી હશે. પરંતુ એવું નથી બંન્નેએ જણાવ્યું કે અમે સામાન્ય ફોટોગ્રાફી કરતા કેમેરામાંથી લીધી છે.
Advertisement
Tags :
Advertisement

.