Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માવલ બોર્ડર પરથી 3 કરોડથી વધારેની રોકડ સાથે પાટણના 2 શખ્સો ઝડપાયા, કારમાં આવી રીતે છૂપાવી હતી Cash

ગુજરાત અને રાજસ્થાન સરહદને (Gujarat Rajasthan Border) અડીને આવેલી માવલ બોર્ડર પરથી ત્રણ કરોડ પંચાણું હજાર રોકડ સાથે પાટણ ના 2 ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આબુરોડ રિકો પોલીસે આ ઘટના અંગેની જાણ આવકવેરા વિભાગને (Income Tax Department) કરી હતી. જોકે આવકવેરાની ટીમ પણ આબુરોડના રિક્કો પોલિશ સ્ટેશન ખાતે દોડી આવી આગળની કાર્ય વાહી હાથ ધરી હતી.મંગળવારે મોટી કાર્યવાહી કરતા આબુ રોડ રિકો પોલીસ સ્à
માવલ બોર્ડર પરથી 3 કરોડથી વધારેની રોકડ સાથે પાટણના 2 શખ્સો ઝડપાયા  કારમાં આવી રીતે છૂપાવી હતી cash
Advertisement
ગુજરાત અને રાજસ્થાન સરહદને (Gujarat Rajasthan Border) અડીને આવેલી માવલ બોર્ડર પરથી ત્રણ કરોડ પંચાણું હજાર રોકડ સાથે પાટણ ના 2 ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આબુરોડ રિકો પોલીસે આ ઘટના અંગેની જાણ આવકવેરા વિભાગને (Income Tax Department) કરી હતી. જોકે આવકવેરાની ટીમ પણ આબુરોડના રિક્કો પોલિશ સ્ટેશન ખાતે દોડી આવી આગળની કાર્ય વાહી હાથ ધરી હતી.
મંગળવારે મોટી કાર્યવાહી કરતા આબુ રોડ રિકો પોલીસ સ્ટેશને રાજસ્થાન-ગુજરાતની સરહદને અડીને આવેલ માવલ પોલિસ બોડર પરથી શંકાના આધારે કાર સવારોને પકડી લીધા હતા. પૂછપરછમાં શંકાના આધારે કારની તપાસ કરવામાં આવતા સાડા 4 કલાકની ગણતરી બાદ 3 કરોડ 95 હજાર રૂપિયાનો કબજે કરવામાં આવ્યો હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હવાલાના રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલી રકમમાં 2 હજાર, 500, 200 અને 100 રૂપિયાની નોટો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું કે, નાકાબંધી દરમિયાન પજાંબ પાસિંગની એક કાર PB-10-Fk-7400ને અટકાવી હતી. જેમાં તપાસ કરતાં કરોડોની રકમ મળી આવી હતી. પોલીસે મશીન દ્વારા પૈસાની ગણતરી કરી હતી. રિકો પોલીસ સ્ટેશનના અધિકારી સુરેશ કુમાર ચૌધરીએ જણાવ્યું કે, સિરોહી SP મમતા ગુપ્તાના નિર્દેશ પર રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક કારને રોકીને તલાશી લેતા મોટી રકમ મળી આવી હતી. રોકડ આગળની બંને સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવી રાખવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયા ની નોટોના બંડલ સંતાડી રાખવામાં આવ્યા હતા.
ઉદયપુરથી અમદાવાદ રોકડ લાવવામાં આવી રહી હતી
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે તે હવાલાના પૈસા હતા જે ઉદયપુરથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા. રિક્કો પોલીસે બે ઇસમોની અટકાયત પણ કરી છે. જેમાં આરોપીઓ જીગ્નેશ અને કૌશિક છે, જેઓ ગુજરાતના પાટણના રહેવાસી છે. આટલી મોટી રકમ કબજે કર્યા બાદ પોલીસે આ મામલે આવકવેરા વિભાગને પણ જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રિક્કો પોલીશે ગુજરાતમાં લઇ જવાતા 5.94 કરોડની મોટી રકમ પકડવામાં આવી હતી. 12 ઓક્ટોબર 2022ના રોજ પણ નાકાબંધી દરમિયાન મોટી રકમ પકડી પાડવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil નો આજે જન્મદિવસ

featured-img
video

Pakistan : લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી Abu Katal ની હત્યા

featured-img
video

Gujarat Education: વાલીઓ માટે રાહતના સમાચાર, પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ

featured-img
video

વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે Vikram Thakor ની Gujarat First સાથે ખાસ વાતચીત

featured-img
video

વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

featured-img
video

Narmada માં હોળી ધૂળેટીની ભવ્ય ઉજવણી, રાજપીપળામાં પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી

×

Live Tv

Trending News

.

×