Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચમાં વિદ્યાર્થીઓની સાયકલની ચોરી કરતા 2 ઝડપાયા

ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જ્યોતિનગરથી ઝાડેશ્વર ચોકડીના જાહેર માર્ગો પર આવેલા કોમ્પલેક્ષોમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની સાઇકલોની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસે આ મામલે સીસી ટીવી ફૂટેજની ચકાસણી કરીને ઝાડેશ્વર નજીકથી સાઇકલની ચોરી કરતી ગેંગને  રંગે હાથ ઝડપી પાડી હતી.  ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા જ્યોતિનગરથી ઝાડેશ્વર ચà«
ભરુચમાં વિદ્યાર્થીઓની સાયકલની ચોરી કરતા 2 ઝડપાયા
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જ્યોતિનગરથી ઝાડેશ્વર ચોકડીના જાહેર માર્ગો પર આવેલા કોમ્પલેક્ષોમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની સાઇકલોની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસે આ મામલે સીસી ટીવી ફૂટેજની ચકાસણી કરીને ઝાડેશ્વર નજીકથી સાઇકલની ચોરી કરતી ગેંગને  રંગે હાથ ઝડપી પાડી હતી.  
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા જ્યોતિનગરથી ઝાડેશ્વર ચોકડી સુધીના જાહેર માર્ગો ઉપર આવેલા કોમ્પલેક્ષમાં ખાનગી ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા છે અને ખાનગી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પોતાની સાઇકલો પાર્કિંગમાં પાર્ક કરીને ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે ગયા બાદ સાયકલો ગુમ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે ટ્યુશન ક્લાસના સંચાલકો અને વિદ્યાર્થીઓએ નજીકના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદો નોંધાવી હતી
 જેના પગલે પોલીસે તપાસ શરુ કરી હતી. ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઈનોક્સ નજીકના પાર્કિંગમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ નજીક સાયકલ ચોરી કરતો ગઠીયો નજીકની દુકાનોમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સી ડિવિઝન પોલીસ સાયકલ ચોર ટોળકીને રંગે હાથ પકડવા માટે વોચમાં હતી તે દરમિયાન ઝાડેશ્વર તુલસીધામ નજીક જ આરોપી ઝડપાઈ ગયો હતો
સાયકલ ચોરીમાં ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરતા તેનુ નામ આરીફ અલીમિયા શેખ  તેમજ દિન મોહમ્મદ સલીમ મલેક હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકીએ 35થી વધુ સાયકલોની ચોરી કરી હતી. બંને સાયકલોની ચોરી કરીને નબીપુરમાં સંતાડી દીધી હતી. પોલીસે બંનેની તપાસ શરુ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.