Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આજે કોરોનાના નોંધાયા 19,673 નવા કેસ નોંધાયા

કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. આજે પણ  કોરોનાના નવા 19,673  કેસ નોંધાયા  છે  જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 19673 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ઘટ
05:50 AM Jul 31, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. આજે પણ  કોરોનાના નવા 19,673  કેસ નોંધાયા  છે  જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 19673 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ ઘટીને 1.43 લાખ થયા છે.
દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,43,646 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,357 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,49,778 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,25,69,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 31,36,029 ડોઝ ગઈકાલે અપાયા હતા.
Tags :
casesCoronaGujaratFirst
Next Article