ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે 16મો સર્વજ્ઞાતિ શાહી સમુહ લગ્ન યોજાશે

સિટી કાઉન્સિલ ઓફ જેતપુર વિવિધ પ્રકારના સામાજીક કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર છે, તેમાં પણ દર વર્ષે સિટી કાઉન્સિલ દ્વારા જેતપુરમાં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આગામી 21મેના રોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે જેતપુરમાં 16માં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નની નોંધણી 10મે  સુધી કરવામાં આવશે. આ દરમિયાન જે જેટàª
12:14 PM Apr 23, 2022 IST | Vipul Pandya
સિટી કાઉન્સિલ ઓફ જેતપુર વિવિધ પ્રકારના સામાજીક કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર છે, તેમાં પણ દર વર્ષે સિટી કાઉન્સિલ દ્વારા જેતપુરમાં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આગામી 21મેના રોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે જેતપુરમાં 16માં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નની નોંધણી 10મે  સુધી કરવામાં આવશે. આ દરમિયાન જે જેટલા લગ્નની નોંધણી થશે તેના ધામધુમથી લગ્નનું આયોજન છે, 

સિટી કાઉન્સિલ ઓફ જેતપુર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા જે ગરીબ ઘરની દીકરીઓ છે તેના લગ્ન ધામધુમથી થાય અને લગ્નના ખોટા ખર્ચા અને દેખાડાથી લોકો બચે તેવા શુભ આશયથી આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે, 

સીટી કાઉન્સિલ ઓફ જેતપુર  જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના સહયોગ થી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે કરી રહ્યું છે, ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના પિતા વિઠ્ઠલભાઈ અનેક સેવાકીય કર્યો કરીને સમાજમાં એક નવી રાહ ચીંધી હતી અને હવે તેમના પુત્ર શ્રી જયેશભાઇ રાદડિયા પણ પિતાના સેવાકીય કામો કરવાના રસ્તે ચાલી રહ્યા છે અને સામાજીક સેવાઓ કરી રહ્યાં છે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ જેતપુર જામકંડોરણા સહિતના આસપાસના અનેક ગામોની 2500થી વધારે ગરીબ ઘરની દીકરીઓને એક બાપ બનીને પ્રભુતામાં પગલાં પડાવ્યા છે, અને ઘર સંસાર શરૂ કરાવ્યો છે. પિતાના પગલે ચાલતા સેવાભાવી એવા જયેશભાઇ રાદડિયાએ પણ ગત વર્ષે જામકંડોરણામાં એક જાજરમાન સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન કરી ને અનેક દીકરીઓને સાસરે વળાવી હતી, 
સીટી કાઉન્સિલ ઓફ જેતપુર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા પોતાની દીકરીના લગ્ન કરતા હોય તેવી રીતે લગ્ન કરી ને દીકરીને સાસરે વળાવાની સાથે સાથે આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નમાં લગ્ન કરનાર દરેક દીકરીઓને ઘર સંસાર શરૂ કરવા માટે કરિયાવરની તમામ વસ્તુઓ આપવામાં આવે છે, જેમાં ચમચી થી શરૂ કરીને ઘરની દરેક વસ્તુ આપવામાં આવે છે.

વરરાજા માટે એક જાજરમાન વરઘોડો નીકળે છે.આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન માં જાન લઈને આવનાર વરરાજાને પણ તેવો એક દિવસના રાજા હોય તેવી અનુભૂતિ થાય છે અને તેઓનો એક જાજરમાન વરઘોડો કાઢવામાં આવે છે અને રંગેચંગે તેવોને ને લગ્નના માંડવે લઈ આવે છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જયંતિભાઇ રામોલીયા અને વસંતભાઇ પટેલની રાહબર હેઠળ પ્રમુખ મનહરભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ કરેડ, પ્રવિણભાઇ નંદાણીયા,  પ્રવિણભાઇ ગજેરા, રતિલાલ ખાચરીયા, અરવિંદભાઇ વોરા, મનીષભાઇ પંડ્યા, અમીતભાઇ ટાંક, વિનોદભાઇ સિધ્ધપરા, હેમંતભાઇ ઢોલરીયા, સવજીભાઇ બુટાણી, રજનીભાઇ દોંગા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Tags :
GujaratFirstjayeshradadiyaJetpurmasswedding
Next Article