રેલવેની નૂરની આવકમાં 16 ટકાનો વધારો નોંધાયો, આઠ મહિનામાં 1 લાખ, 5 હજાર કરોડથી વધુની કમાણી |
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં રેલ્વેએ નૂરમાંથી રૂ. 1,05,905 કરોડની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની આવક કરતાં 16 ટકા વધુ છે. આમ વર્તમાન નાણાકીય 8 મહિનામાં રેલવેની નુરની કમાણીનો આંકડો ગયા વર્ષના 8 મહિનાની કમાણીના આંકડાને પાર થઇ ગયો છે. રેલવે વિભાગ દ્વારા ટ્વિટર પર આ જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં 16 ટકા વધુ કમાણી ઇન્ડિયન રેલવે દેશમાં સૌથી મોટા ટ્રાન્સપોàª
08:11 AM Dec 02, 2022 IST
|
Vipul Pandya
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં રેલ્વેએ નૂરમાંથી રૂ. 1,05,905 કરોડની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની આવક કરતાં 16 ટકા વધુ છે. આમ વર્તમાન નાણાકીય 8 મહિનામાં રેલવેની નુરની કમાણીનો આંકડો ગયા વર્ષના 8 મહિનાની કમાણીના આંકડાને પાર થઇ ગયો છે. રેલવે વિભાગ દ્વારા ટ્વિટર પર આ જાણકારી આપવામાં આવી છે.
ગયા વર્ષની સરખામણીમાં 16 ટકા વધુ કમાણી
ઇન્ડિયન રેલવે દેશમાં સૌથી મોટા ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરી રહી છે. વર્તમાન ફાઇનાન્સિયલ યર 2022-23માં રેલ્વેએ નૂર લોડિંગમાંથી ખુબજ જંગી આવક મેળવી છે. નવેમ્બર મહિના સુધી રેલવેની નૂરમાંથી કમાણી ગયા વર્ષની સરખામણીમાં 16 ટકા વધુ નોંધાઈ છે.
નૂર દ્વારા પરિવહનમાં 8 ટકાનો વધારો
રેલ્વે વિભાગે જણાવ્યું છે કે એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળામાં તેમણે 97.87 મિલિયન ટન માલનું પરિવહન કર્યું હતું, જ્યારે એક વર્ષ અગાઉના આ જ સમયગાળામાં આ આંકડો 90.31 મિલિયન ટન હતો. આ રીતે આ સમયગાળા દરમિયાન રેલવે નૂર દ્વારા પરિવહનમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.
નવેમ્બરમાં આટલા ટન માલનું પરિવહન
રેલવેએ નવેમ્બર મહિનામાં 12.39 મિલિયન ટન માલસામાનનું પરિવહન કર્યું, જે નવેમ્બર 2021ના 11.69 મિલિયન ટન કરતાં 5 ટકા વધુ છે. રેલ્વેએ કહ્યું કે 'હંગ્રી ફોર કાર્ગો' ઝુંબેશ હેઠળ માલવાહક પરિવહનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે આ સિદ્ધિ હાંસલ થઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article