Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક બસ અકસ્માત, 16ના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ખાનગી બસ જંગલા ગામ પાસે રોડ પરથી ખાઇમાં ખાબકી હતી જેમાં બાળકો સહિત 16 લાકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સોમવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કુલ્લુમાં શૈનશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જંગલા ગામ પાસે રોડ પરથી ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 16 લોકોના મોત થયા હà
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક બસ અકસ્માત  16ના મોત
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ખાનગી બસ જંગલા ગામ પાસે રોડ પરથી ખાઇમાં ખાબકી હતી જેમાં બાળકો સહિત 16 લાકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત મળી રહ્યા છે. 
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સોમવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કુલ્લુમાં શૈનશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જંગલા ગામ પાસે રોડ પરથી ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 16 લોકોના મોત થયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાહત અને બચાવ કાર્ય દરમિયાન છ મૃતદેહો અને ત્રણ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર બસની નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. જ્યાં દુર્ઘટના થઈ તે જગ્યા ખૂબ જ મુશ્કેલ વિસ્તાર છે. બસ ખૂબ જ ઊંડી ખીણમાં પડી ગઈ છે. અકસ્માતમાં બસના ફુરચા ઉડી ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર જ્યાં સુધી બચાવ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મૃત્યુઆંક વિશે કંઈ કહી શકાય નહીં.
આ દૂર્ઘટના અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કૂ એપ પર પ્રતિક્રીયા વ્યક્ત કરી દુ:ખ પ્રગટ કર્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.