Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

16 ભારતીય ખલાસીઓને ગીનીમાં બનાવાયા બંધક, વીડિયો બહાર પાડી મદદની અપીલ કરી

સુત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે સ્થિત ઇક્વેટોરિયલ ગિની (Guinea) દેશમાં ભારતીય જહાજ (Indian Ship) ના 26 ક્રૂ સભ્યોમાંથી 16ને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવ્યા છે. તેમણે એક વીડિયો દ્વારા ભારત સરકારને (Indian Government) અપીલ કરી છે કે તેમને ત્યાંથી બચાવી લેવામાં આવે. બંધક ભારતીય ક્રૂ સભ્યોએ વિડિયોમાં જણાવ્યું છે કે ભારતીય નોર્વેજીયન ધ્વજ ધરાવતા એમટી હીરોઇક ઇડુન (MT Heroic Idun) ની 1
16 ભારતીય ખલાસીઓને ગીનીમાં બનાવાયા બંધક  વીડિયો બહાર પાડી મદદની અપીલ કરી
સુત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે સ્થિત ઇક્વેટોરિયલ ગિની (Guinea) દેશમાં ભારતીય જહાજ (Indian Ship) ના 26 ક્રૂ સભ્યોમાંથી 16ને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવ્યા છે. તેમણે એક વીડિયો દ્વારા ભારત સરકારને (Indian Government) અપીલ કરી છે કે તેમને ત્યાંથી બચાવી લેવામાં આવે. બંધક ભારતીય ક્રૂ સભ્યોએ વિડિયોમાં જણાવ્યું છે કે ભારતીય નોર્વેજીયન ધ્વજ ધરાવતા એમટી હીરોઇક ઇડુન (MT Heroic Idun) ની 12 ઓગસ્ટ 2022ના રોજ ઇક્વેટોરિયલ ગિની નેવલ શિપ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઇ માર્ગેથી ધરપકડ કરવામાં આવી હતી.
ભારત પાછા લઇ જવા માટે કરી અપીલ 
તેમની ધરપકડ બાદ તેમને ઇક્વેટોરિયલ ગિની નેવલ એસ્કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને જો તે તેમના આદેશોનું પાલન નહીં કરે તો તેમના જહાજ અને ક્રૂ સામે ઘાતક કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી. વીડિયો રિલીઝ કરતી વખતે તેણે નિવેદન આપ્યું હતું કે, 'અમે MT Heroic Idun ના ક્રૂ મેમ્બર છીએ, અમે વિનંતી કરીએ છીએ કે અમને અહીંથી બહાર કાઢીને ભારત પાછા લઈ જવામાં આવે. અહીં અમને 14મી ઓગસ્ટ 2022થી ગેરકાયદેસર રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂમાં કુલ 26 સભ્યો હતા, જેમાં 16 ભારતીય, 8 શ્રીલંકાના, 1 પોલિશ અને 1 ફિલિપિનોનો સમાવેશ થાય છે. ,
કેન્દ્રિય વિદેશ મંત્રીએ કહ્યું  પ્રયાસ કરી રહ્યા છીએ 
આ સમગ્ર મામલે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને (V Muraleedharan) કહ્યું છે કે તેઓ તેનાથી વાકેફ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારતીયોને પરત લાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 14 ઓગસ્ટથી 9 ભારતીયો સહિત 15 ક્રૂ મેમ્બર્સને માલાબોમાં બંધક બનાવવામાં આવ્યા છે. 6 ભારતીયો સહિત બાકીના 11 ક્રૂ સભ્યોને જહાજ પર જ છોડી દેવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જહાજના માલિક, મેનેજર અને ક્રૂ મેમ્બર્સ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. જે ક્રૂ મેમ્બર્સને કિનારે છોડી દેવામાં આવ્યા છે તેમની ત્રણ વખત પૂછપરછ કરવામાં આવી છે.

નાઇઝિરિયા ક્રૂડ ઓઇલ ભરવા ગયુ હતું જહાજ 
ક્રૂ મેમ્બર્સે જણાવ્યું હતું કે નાઇજીરિયાના કહેવા પર ઇક્વેટોરિયલ ગિનીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ જહાજ નાઈજીરીયા (Nigeria) થી ક્રૂડ ઓઈલ ભરવાનું હતું જે 8 ઓગસ્ટે આવવાનું હતું. પરંતુ લોડિંગ કામગીરીમાં વિલંબ થયો હતો અને ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. 8 ઓગસ્ટની સાંજે એક અજાણ્યું યાન જહાજ પાસે આવ્યું અને તેમને આદેશનું પાલન કરવા કહ્યું. ક્રાફ્ટે જણાવ્યું હતું કે તે નાઈજીરિયા નેવીનો છે.
Advertisement
Tags :
Advertisement

.