Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરક્ષા સેતુ તથા મહિલા સશક્તિકરણ અંતર્ગત150 મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અપાઇ

પોરબંદર(Porbandar)પોલીસ(Police)દ્વારા સુરક્ષા સેતુ (Security bridge)તથા મહિલા સશક્તિકરણ (Women empowerment) અંતર્ગત સ્વરક્ષણની મહિલાઓ માટે તાલીમનું (Training women)આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી ૧૫૦ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરની એક્સટ્રીમ ફિટનેસ કેર દ્વારા મહિલાઓને કરાટે, માર્શલઆર્ટ થકી સ્વરક્ષણની તાલીમ અપાઇ હતી. આગામી દિવસોમાં પોરબંદરની શાળા-કોલà
12:00 PM Dec 16, 2022 IST | Vipul Pandya
પોરબંદર(Porbandar)પોલીસ(Police)દ્વારા સુરક્ષા સેતુ (Security bridge)તથા મહિલા સશક્તિકરણ (Women empowerment) અંતર્ગત સ્વરક્ષણની મહિલાઓ માટે તાલીમનું (Training women)આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી ૧૫૦ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરની એક્સટ્રીમ ફિટનેસ કેર દ્વારા મહિલાઓને કરાટે, માર્શલઆર્ટ થકી સ્વરક્ષણની તાલીમ અપાઇ હતી. આગામી દિવસોમાં પોરબંદરની શાળા-કોલેજોની વિદ્યાર્થીનીઓ  તેમજ જિલ્લાની સામાન્ય મહિલાઓને પણ આ તાલીમ અપાશે. 
પોલીસ મહિલાઓ કર્મચારીઓ માટે તાલીમ આપવામાં  આવી
આજના સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એ એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે. આવનારા સમય અને આફત જાણ કરીને નથી આવતા. તેના માટે અત્યારે જ તૈયાર રહેવામાં સાણપણ છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા આજના આધુનીક યુગમાં અગત્યનું છે. જ્યારે પણ કોઇ મહિલા કોઇ પણ પ્રકારની આફતમાં મુકાયતો તે પોતાને નિસહાય માનવાની ભુલ કરે છે. જેનો ફાયદો તેના પણ હૂમલો કરનારા ઉઠાવી જાય છે. આથી મહિલાઓ પોતાને સુરક્ષીત રાખે તે પણ ખૂબજ જરૂરી બની ગયું છે. ત્યારે પોરબંદર પોલીસ તથા સુરક્ષા સેતુ તેમજ એક્સટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.
150 મહિલા પોલીસ કર્મચારીને તાલીમ આપવામાં આવી 

પોરબંદર શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુરૂવારથી મહિલા સ્વરક્ષણની તાલીમ શરૂ થઇ ગઇ છે. પ્રથમ દિવસે પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી ૧૫૦ મહિલા પોલીસ કર્મચારીને તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર પોલીસના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને સૌ પ્રથમ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. આમ તો પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓને ટે્રનીંગ તો આપવામાં જ આવે છે. પરંતુ વિશેષ તાલીમ થકી મહિલા પોલીસ કર્મચારીઓ સામાન્ય મહિલાઓને સ્વબચાવની શ્રેષ્ઠ તાલીમ અને માર્ગદર્શન આપી શકશે. હાલ પોલીસ હેડ કવાર્ટર ખાતે મહિલા પોલીસ કર્મચારીઓને સ્વબચાવની તાલીમ આપવામાં આવી રહી છે.
પી.આઇ. આર. એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવી
આગામી દિવસોમાં આ તાલીમમાં પોરબંદર જિલ્લાની શાળા-કોલેજની મહિલાઓ ઉપરાંત અન્ય સામાન્ય મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી.ઋતુ રાબા તથા મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ પોરબંદર એક્સટ્રીમ ફિટનેસ કેરના નિષ્ણાંત કરાટે કોચ દ્વારા આપવામાં આવી રહી છે.
આપણ  વાંચો- GTUએ કામધેનું ચેર અંતર્ગત વિદ્યાર્થીઓએ સજીવ ખેતી વિષય પર તાલીમ મેળવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstKaratepolicePorbandarSecuritybridgeTrainingwomenWomenEmpowerment
Next Article