Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૂર્કીમાં તબાહી, લોકોની ચીસાચીસ અને પત્તાના મહેલની જેમ ઇમારતો ધરાશાયી, જુઓ વીડિયો

સોમવારે (Turkey) તુર્કીમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.😱En la desesperación se tira del edificio por miedo a que el edificio colapse por el #Terremoto M7.8 de #Turquia #Turkey #sismo #earthquake #temblor pic.twitter.com/1oAtfDamYH— Quantum Noticias (@NoticiasQuantum) February 6, 2023 15 લોકોના મોતના સમાચારસોમવ
તૂર્કીમાં તબાહી  લોકોની ચીસાચીસ અને પત્તાના મહેલની જેમ ઇમારતો ધરાશાયી  જુઓ વીડિયો
સોમવારે (Turkey) તુર્કીમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Advertisement

15 લોકોના મોતના સમાચાર
સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. દક્ષિણ પૂર્વ તુર્કીમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. ભૂકંપના કારણે અહીં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 15 લોકોના મોતના સમાચાર પણ છે. બીજી તરફ સીરિયામાં પણ ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો
જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, અત્યાર સુધીમાં 15 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ.
Advertisement


ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. એર્દુગને લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી હતી.

લોકોની ચીસાચીસથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું
ભૂકંપ વખતે બોમ્બ વિસ્ફોટ જેવો મોટો અવાજ સંભળાયો હતો અને લોકોની ચીસાચીસથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. જબરદસ્ત ભૂકંપના આંચકાથી તુર્કીની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે બહુમાળી ઈમારતો આંખના પલકારામાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હેલ્પ-હેલ્પ કહીને લોકો અહી-ત્યાં દોડવા લાગ્યા. 
Advertisement


સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ સુધી આંચકા અનુભવાયા 
તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે  અને ઈરાક સુધી સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ સુધી આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ 17.9 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયનટેપ શહેરની નજીક હતું. ભૂકંપના જે વિડીયો સામે આવ્યા છે તે તમને હંફાવી દેશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.