Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15 ગેરકાયદે ખાણો પર દરોડાનો મામલો, ખનીજચોરીનો સાચો આંકડો કેમ બહાર નથી આવતો ?

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલા દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રએ તપાસનો મોરચો સંભાળ્યો છે. આ ક્રમમાં પોરબંદર પોલીસ દ્વારા ગઈકાલે વધુ ત્રણ ખાણ માલિકની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ બંને શખ્સો સામેથી જ પોલીસ સમક્ષ રજૂ થયાનું જાણવા મળી રહ્યું છે, આમાં વાત જે હોય તે પોરબંદર પોલીસ તો આ ચકચારી પ્રકરણમાં પોતાની કામગીરી યોગ્ય à
15 ગેરકાયદે ખાણો પર દરોડાનો મામલો  ખનીજચોરીનો સાચો આંકડો કેમ બહાર નથી આવતો
પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાડેલા દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રએ તપાસનો મોરચો સંભાળ્યો છે. આ ક્રમમાં પોરબંદર પોલીસ દ્વારા ગઈકાલે વધુ ત્રણ ખાણ માલિકની ધરપકડ કરવામાં આવી છે. 
જોકે, આ બંને શખ્સો સામેથી જ પોલીસ સમક્ષ રજૂ થયાનું જાણવા મળી રહ્યું છે, આમાં વાત જે હોય તે પોરબંદર પોલીસ તો આ ચકચારી પ્રકરણમાં પોતાની કામગીરી યોગ્ય રીતે આગળ ધપાવી જ રહી છે, પરંતુ આ કેસમાં કેટલી રકમની ખનીજચોરી થઈ તે બાબતે ત્વરાથી કામગીરી કરવામાં ખાણ-ખનીજ વિભાગ ઊણો ઉતરી રહ્યો છ કે ? પછી જાણી જોઈને કે કોઈને બચાવવા માટે કામગીરીમાં ઢીલ દાખવી રહ્યો છે ? તેવી ચર્ચા પ્રજામાં ઉઠી છે.
ખાણ-ખનીજ ખાતું કહે છે કે સર્વેયર બીમાર પડ્યા છે 
આ કેસની તપાસ કરી રહેલા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સિંહ  પરમારના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ ત્રણ શખ્સો ભાવિન વેલજી કોટિયા, લાખા રણમલ મોઢવાડિયા અને મહેશ ઉર્ફે મશરી હરભમ કેશવાલાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સો ખાણ માલિકો છે. આ કેસમાં હજુ આગામી દિવસોમાં વધુ શખ્સોની ધરપકડની આશા પોલીસ વ્યક્ત કરી રહી છે. પોલીસ દ્વારા આ મામલે કેટલી રકમની ખનીજચોરી થઈ તેનો રિપોર્ટ ખાણ-ખનીજ ખાતા પાસે માગવામાં આવ્યો છે, પરંતુ સર્વેયરને બિમાર ઘોષિત કરી દઈને ખાણ-ખનીજ ખાતું હજુ સુધી આ મામલે માપણીનો રિપોર્ટ આપી શક્યું નથી!?હવે અહીં સવાલ એ થાય છે કે, શું આવા મહત્વના કેસમાં ચોક્કસ વિગતો બહાર લાવવાની આવશ્યકતા છે, ત્યારે બિમાર સર્વેયરને એવી તે કેવી ગંભીર બિમારી થઈ છે કે? માપણી પૂરી કરી લીધાના ચાર દિવસ પછી પણ રિપોર્ટ સોંપાયો નથી .

ચાર-ચાર દિવસ પછી પણ રિપોર્ટ સોંપાયો નથી 
ખાણ-ખનીજ ખાતું આ કેસમાં ત્વરાથી કામગીરી દેખાડે તે જરુરી છે અને ખરેખર કેટલી રકમની ખનીજચોરી થઈ તેનો આંકડો પ્રજા સમક્ષ જાહેર કરે તે ઈચ્છનીય છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે માપણીનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે, તો ખરેખર તો ખાણ-ખનીજ ખાતાએ પારદર્શકતા દાખવીને આ મામલામાં ખનીજચોરીનું ચોક્કસ આંકડો બહાર લાવવો જ જોઈએ તેવું પોરબંદર શહેરની પ્રજા ઈચ્છી રહી છે.
ખનીજચોરીની સૌથી મોટી રેડ મામલે કલેક્ટર ત્રીજું નેત્ર ખોલશે?
પોરબંદર જિલ્લાના ઈતિહાસમાં ખનીજચોરીની સૌથી મોટી રેડ મામલે એક તરફ ખાણ-ખનીજ ખાતાનું વલણ ખરેખર અકળાવનારું છે.,ત્યારે કડક અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતાં જિલ્લા કલેક્ટર હવે આ મામલે પણ લાલ આંખ કરે તેવું જનતા ઈચ્છી રહી છે. ખનીજચોરી મામલે કડક કાર્યવાહી કરવા માટે કલેક્ટર શર્મા તેમનું ત્રીજું નેત્ર ખોલશે? કે કેમ તેવો સવાલ પણ પોરબંદર જિલ્લાની પ્રજામાં પૂછાઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.