દમણના દરિયામાં 14 માછીમારો ફસાયા, કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસ્કયુ
ખરાબ હવામાનના કારણે દમણના દરિયામાં ફસાયેલા 14 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ભારે જહેમત ઉઠાવીને બચાવી લીધા હતા. હાલ ચોમાસાના કારણે હવામાન બગડયું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખરાબ હવામાનના કારણે દમણના દરિયામાં માછીમારી કરવા ગયેલા 14 માછીમારો મધદરિયે જ ફસાઇ ગયા હતા. દમણના દરિયામાં અધવà
Advertisement
ખરાબ હવામાનના કારણે દમણના દરિયામાં ફસાયેલા 14 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ભારે જહેમત ઉઠાવીને બચાવી લીધા હતા.
હાલ ચોમાસાના કારણે હવામાન બગડયું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખરાબ હવામાનના કારણે દમણના દરિયામાં માછીમારી કરવા ગયેલા 14 માછીમારો મધદરિયે જ ફસાઇ ગયા હતા.
દમણના દરિયામાં અધવચ્ચે 14 માછીમારો ફસાયા હોવાની જાણ થતાં દમણ સ્થિત ઇન્ડિયન કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું હતું અને બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં શરુ કરાયું હતું.
ઇન્ડિય કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ તમામ માછીમારોને બચાવવા માટે ઝડપી કામગિરી કરવામાં આવી હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે સ્થળ મધદરિયે પહોંચીને તુલસી દેવી નામની બોટમાં ફસાયેલા 14 માછીમારોનું રેસ્કયુ શરુ કર્યું હતું. તમામ 14 માછીમારોને હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ કરાયા હતા અને તેમને પરત લાવીને દમણના મત્સ્યોદ્યોગ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દરિયામાં માછીમારી કરી રહેલા આ માછીમારોની તુલસી દેવી નામની બોટના એન્જિનમાં ખરાબી આવતાં તમામ માછીમારો દરિયામાં ફસાયા હતા પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડની સમયસર કામગિરીના કારણે તમામ માછીમારોને બચાવી લેવાયા હતા