Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

13 વર્ષની માસૂમને 3 શેતાનોએ વાસનાનો શિકાર બનાવી, ગેંગરેપનો વિડીયો પણ વાયરલ કર્યો

માનવાતા મરી પરવારી હોય તેવા કિસ્સાઓ રોજબરોજ આપણું લોહી થીજવી નાંખે છે આજે ફરી બિહારના ગોપાલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને ઘટનાનો વિડીયો વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. (Gopalganj Gang Rape Case) બિહારના ગોપાલગંજમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 3 રાક્ષસોએ પહેલા 13 વર્ષની માસૂમને પોતાની હવસનો શિકાર બનાવી અને પછી ગેંગરેપનો વિડીયો વાà
13 વર્ષની માસૂમને 3 શેતાનોએ વાસનાનો શિકાર બનાવી  ગેંગરેપનો વિડીયો પણ વાયરલ કર્યો
માનવાતા મરી પરવારી હોય તેવા કિસ્સાઓ રોજબરોજ આપણું લોહી થીજવી નાંખે છે આજે ફરી બિહારના ગોપાલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને ઘટનાનો વિડીયો વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. (Gopalganj Gang Rape Case) બિહારના ગોપાલગંજમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 3 રાક્ષસોએ પહેલા 13 વર્ષની માસૂમને પોતાની હવસનો શિકાર બનાવી અને પછી ગેંગરેપનો વિડીયો વાયરલ કર્યો. ગોપાલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને ઘટનાનો વિડીયો વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી 
ગોપાલગંજમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપના મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી હજુ પણ ફરાર છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહ્યા છે.
ખેતર તરફ જતી બાળકી સાથે ગેંગરેપ
પોલીસના જણાવ્યા અનુસાર, 13 વર્ષની સગીર તેના ઘરની નજીક મકાઈના ખેતરમાં જઈ રહી હતી ત્યારે ત્રણ બદમાશોએ તેને પકડી લીધી અને તેને બંધક બનાવીને સામૂહિક બળાત્કાર કર્યો. એટલું જ નહીં આ નરાધમોએ  આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે.
પીડિતાનો પરિવાર ભયભીત અને આઘાતમાં છે
ગોપાલગંજમાં બનેલી ઘટના બાદ વિડીયો વાયરલ થતા જ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં આરોપીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજીતરફ ઘટના બાદ આરોપીઓ તરફથી પિડીત પરિવારને ધમકીઓ મળતા પીડિત પરિવાર ડરી ગયો છે અને આઘાતમાં છે.
પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાના નિવેદન પર રવિવારે સાંજે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં ત્રણ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ મામલામાં હથુઆના એસડીપીઓ નરેશ કુમારે કહ્યું કે પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 
કેસ ફાસ્ટટ્રેક ટ્રાયલ હેઠળ ચલાવવામાં આવશે
આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે અને ફરાર અન્ય બે આરોપીઓની ધરપકડ માટે પોલીસ યુપી અને બિહારના સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં બંને ફરાર આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવશે, તેમજ સાથે જ આ કેસ ફાસ્ટટ્રેક ટ્રાયલ હેઠળ ચલાવવામાં આવશે અને નરાધમોને આકરી સજા કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.